Fri Apr 17 2026

Logo

છત્તીસગઢ પ્લાન્ટ બ્લાસ્ટ મામલે મોટી કાર્યવાહી: વેદાંત ગ્રુપના ચેરપર્સન અનિલ અગ્રવાલ સામે FIR

2026-04-17 11:24:00
Author: Savan Zalariya
Article Image

રાયપુર: ગત મંગળવારે છત્તીસગઢના સક્તી જિલ્લામાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા 20 શ્રમિકોના મોત નીપજ્યા હતાં, આ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વેદાંત રિસોર્સિસ લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન અનિલ અગ્રવાલ, કંપની મેનેજર દેવેન્દ્ર પટેલ અને અન્ય જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે દાભરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. 

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, કંપનીના ચેરમેન સહિત વેદાંતા કંપનીનાં 8 જવાબદાર અધિકારીઓ સામે FIR નોંધવામાં આવી છે. પ્લાન્ટના વડા દેવેન્દ્ર પટેલ સામે FIR નોંધવામાં આવી છે. જો તપાસમાં વધુ જવાબદાર લોકોના નામ જાણવા મળશે, તો તેમના નામ પણ ઉમેરવામાં આવશે.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ડાભરા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 106 (બેદરકારીને કારણે મૃત્યુ), 289 (મશીનરી મામલે બેદરકારીભર્યું વર્તન) અને 3(5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

વધુ આરોપી ઉમેરવામાં આવશે:
પોલીસે જણાવ્યું કે ઘટનાની તપાસ ચાલી રહી છે, મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રીપોર અને ઔદ્યોગિક આરોગ્ય અને સલામતી વિભાગના રિપોર્ટની રાજ જોવામાં આવી રહી છે. વિસ્ફોટ થવા પાછળના કારણોની તપાસ માટે એક ટેકનિકલ ટીમ પણ બનાવવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ તમામ રિપોર્ટ મળ્યા બાદ, જો જરૂર પડે તો વધારાના વિભાગો ઉમેરવામાં આવશે.

પાઈપ ફાટતા દુર્ઘટના સર્જાઈ:
વેદાંતાના પાવર પ્લાન્ટમાં 14 એપ્રિલના રોજ થયો હતો. બોઈલરથી ટર્બાઈન સુધી હાઈ-પ્રેશર વરાળ પહોંચાડતી સ્ટીલની પાઇપ ફાટી ગઈ હતી, જેના કારણે ઘણા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં 20 શ્રમિકો માર્યા ગયા હતા અને 16 ઘાયલ થયા હતા. 

આ ઘટના બાદ વિપક્ષ કોંગ્રેસે પ્લાન્ટ મેનેજમેન્ટ સામે FIR નોંધવા અને તેની ન્યાયિક તપાસની માંગ કરી હતી. આ મામલાની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. વહીવટીતંત્રએ ગુનેગારો સામે કડક કાર્યવાહી અને પીડિતોના પરિવારોને શક્ય તેટલી તમામ સહાય કરવાનું વચન આપ્યું છે.