Mon Apr 27 2026

Logo

યુવકે ગર્લફ્રેન્ડને અન્ય યુવકો સાથે સંબંધ હોવાની આશંકાથી આપઘાત કરી લીધો, સ્યુસાઈડ નોટમાં શું લખ્યું ?

2026-04-27 08:46:00
Author: Vimal Prajapati
Article Image

રાયપુરઃ વર્તમાન સમયમાં યુવાનોમાં ધીરજ ખૂટી રહી છે, નાની નાની વાતોમાં તેમને ખોટું લાગી જાય છે અને પોતાની જીવન લીલા સંકેલી લેવાનો નિર્ણય કરી લેતા હોય છે. છત્તીસગઢના રાયપુરમાં પણ આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. 25 વર્ષના યુવક કોમલ વર્માએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કોમલ વર્માં ભાઠામાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેણે આત્મહત્યા કરી લેતા પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. આત્મહત્યા કરતા પહેલા તેને એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી.

પોતાની ગર્લફ્રેન્ડ પર દગો કરવાનો આક્ષેપ લગાવ્યો

જ્યારે ઘરની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં કોલમ વર્માએ પોતાની ગર્લફ્રેન્ડ પર દગો કરવાનો આક્ષેપ લગાવ્યો છે. યુવકે સ્યુસાઈડ નોટમાં લખ્યું કે, હું દેવકી સાથે 5 વર્ષથી રિલેશનમાં હતો, પરંતુ તે મારી પીઠ પાછલ 3થી 4 છોકરાઓ સાથે વાતો કરતી હતી. જ્યારે તે પકડાઈ જતી ત્યારે બહાના બનાવીને મને મનાવી લેતી હતી. મેં તેને સુધરવા માટે અનેક વખત તકો આપી છે, પરંતુ તે સુધરી નહીં. એટલે હવે તેને પાઠ ભણાવવા માટે આ પગલું ભરી રહ્યો છે. 

સ્યુસાઈડ નોટમાં ચોંકાવનારા ખુલાસા કર્યાં

યુવકે પોતાની ગર્લફ્રેન્ડ પર આક્ષેપ લગાવ્યો છે અને તેના કારણે જ આ પગલું ભર્યું તેવુ સ્યુસાઈડ નોટમાં પણ ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે. સ્યુસાઈડ નોટ લખ્યાં બાદ છેલ્લા લખ્યું કે, ‘માફ કરજે મા’. આ માટે પોતાના માતા પાસે માફી પણ માંગી છે. મૃતક યુવક કોમલ વર્માએ સ્યુસાઈડ નોટમાં એવું પણ લખ્યું છે કે, તેની ગર્લફ્રેડ દેવકીએ તેની સાથે દગો કર્યો તેના પુરાવા તેના ફોનમાં છે. હવે આ કેસમાં પોલીસે આગળની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે સ્યુસાઈડ નોટ સાથે ફોન પણ જપ્ત કર્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મૃતક યુવક એરપોર્ટમાં નોકરી કરતો હતો. આમ તો, તે બલોદા બજાર જિલ્લાનો રહેવાસી હતો. 25 એપ્રિલની સવારે તેણે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હતી. પોલીસે સ્યુસાઈડ નોટ સાથે ફોન પણ જપ્ત કરી લીધો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારે હવે તેની ગર્લફ્રેન્ડ દેવકી સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.