હરિદ્વારઃ ચારધામ યાત્રા 2026ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓએ થોડો ખર્ચ વધારે કરવો પડે એવા વાવડ મળી રહ્યા છે. વહીવટી તંત્રએ હેલિકોપ્ટર સેવા અને પૂજા-અર્ચનાના દરમાં વધારો કરી દીધો છે. કેદારનાથના દર્શન કરવા સરળ રહેશે પણ ત્યાં સુધી હેલિકોપ્ટરથી પહોંચવું અને પૂજા અર્ચના કરવી હવે મોંઘી પડશે. હેલિકોપ્ટર સેવાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સાથોસાથ કેદારનાથમાં પૂજા અર્ચના કરવા માટેના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
આ જગ્યાએથી મળશે હેલિકોપ્ટર સેવા
હેલિકોપ્ટર હવાઈ સેવામાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે, જે અંતર્ગત આઠ જુદી-જુદી હેલિકોપ્ટર કંપનીઓ સેવા આપવા માટે તૈયાર છે. રૂટના હિસાબથી ગુપ્તકાશીથી 2, ફાટાથી 4 અને સિરસીથી 2 ઑપરેટર હેલિકોપ્ટપ ફ્લાઈટને સંચાલિત કરશે. નવા દરો અનુસાર, ગુપ્તકાશીથી એક તરફી ભાડું ₹6,077, ફાટાથી ₹4,840 અને સેરસીથી ₹3,043 નક્કી કરવામાં આવ્યું છે. આ આંકડાઓમાં GST અને બુકિંગ ચાર્જ અલગથી ઉમેરવામાં આવશે, જેનાથી કુલ ખર્ચમાં વધુ વધારો થશે.

ગત વર્ષ કરતા આ વર્ષનો ખર્ચ વધશે
પાછલા વર્ષ સાથે સીધી સરખામણી કરવી મુશ્કેલ છે કારણ કે હવે દરો એક તરફી ધોરણે જાહેર કરવામાં આવ્યા છે, જોકે ભાડામાં વધારો ફાટા રૂટ પર સૌથી વધુ તીવ્રતાથી અનુભવાઈ રહ્યો છે, જ્યારે સેરસી રૂટ પરથી મુસાફરી કરનારાઓને થોડી રાહત મળી છે. બદ્રીનાથ ધામ અને કેદારનાથ ધામ બંનેમાં પૂજા વિધિઓ માટેની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવા દરો લાગુ કરીને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ કેદારનાથ ખાતે આખા દિવસની પૂજા સેવાની ફી ₹28,600 થી વધારીને ₹51,000 કરી છે. જે લગભગ 78% નો વધારો છે.
અન્ય ફી પણ વધી ગઈ
ફીમાં આ પ્રમાણે સુધારો કરવામાં આવ્યો. મહાભિષેકથી ₹11,500, રૂદ્રાભિષેકથી ₹7,500, લઘુ રુદ્રાભિષેક માટે ₹7,100, અખંડ જ્યોતિ માટે ₹5,100 (દૈનિક) અને ₹35,000 (વાર્ષિક, 5,000 રૂપિયા, શિવરામ 5000) ₹2,400 અને બાલ ભોગ ₹1,500.માત્ર કેદારનાથ જ નહીં, બદ્રીનાથમાં પણ ચાર્જિક વધારી દેવામાં આવ્યા છે. શ્રીમદ્ ભાગવત કથાની ફી ₹51,000 થી વધારીને ₹1,00,000 કરવામાં આવી છે, જ્યારે અન્ય પ્રસાદના દરમાં મહાભોગ ₹45,000, બાલ ભોગના ₹10,000, સ્વર્ણ આરતીના ₹6,100, મહાભિષેકના ₹5,500, અભિષેકના ₹5,300, ચંડી આરતીના ₹5,100, અખંડ જ્યોતિના ₹2,100 (દૈનિક) અને ₹6,000 (વાર્ષિક), વેદ અને ગીતા પાઠ ₹3,100, ખીર ભોગ ₹2,100 અને કપૂર આરતીના ₹3,000 નક્કી કરાયા છે.
દર્શન માટે કોઈ ચાર્જ નથી
જે શ્રદ્ધાળુઓ આ વર્ષે ચારધામની યાત્રાનું પ્લાનિંગ કરી રહ્યા છે એ તમામ ભાવિકોને આ ભાવ પ્રમાણે ચૂકવણી કરવાની રહેશે. ચારધામમાં હવે માત્ર દર્શન કરવા સરળ રહેશે પણ હેલિકોપ્ટર ચાર્જ અને સેવા-પૂજાના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય હોટેલ બુકિંગ ચાર્જમાં પણ નવા ભાવ શરૂ થઈ ગયા છે. રાહતની વાત એ છે કે, દર્શન માટે કોઈ ચાર્જ લાગુ કરાયો નથી.