આજે 19મી માર્ચના ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ અને મરાઠી નવ વર્ષ ગૂડપડવાનો પાવન પર્વ. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે અને એમાં પણ આજથી 19મી માર્ચ, 2026થી શરૂ થતી ચૈત્રી નવરાત્રી અનેક રીતે ખાસ સાબિત થવાની છે. કેટલીક રાશિના જાતકો માટે આ નવરાત્રિથી અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વખતે નવરાત્રિનો પ્રારંભ શુક્લ યોગ, બ્રહ્મ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા ત્રણ અત્યંત દુર્લભ અને શુભ સંયોગો સાથે થયો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ સંયોગો અમુક રાશિના જાતકો માટે મા દુર્ગાના આશીર્વાદ સમાન સાબિત થશે. આ રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે, ભાગ્યનો સાથ પણ મળી રહ્યો છે.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આ નવરાત્રી પરિવર્તનકારી સાબિત થશે. મા શૈલપુત્રીની કૃપાથી તમારી આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે. કરિયરમાં પ્રગતિ અને નવી નોકરીની ઉત્તમ તકો. આત્મવિશ્વાસમાં વધારો અને તણાવમાંથી મુક્તિ. નવરાત્રી દરમિયાન કન્યાઓને (બાળાઓને) સાકર (મિસરી) વહેંચવા જેવો વિશેષ ઉપાય કરવાથી જેનાથી ભાગ્ય વધુ મજબૂત બનશે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે સફળતાના નવા દ્વાર ખુલશે. ખાસ કરીને વેપારી વર્ગ માટે આ સમય સુવર્ણ સાબિત થઈ શકે છે. નવી બિઝનેસ ડીલ ફાઈનલ થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. ઓફિસમાં અધિકારીઓનો સહયોગ મળશે અને નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. વિશેષ ઉપાયની વાત કરવાની થાય તો નવ દિવસ સુધી દરરોજ દુર્ગા ચાલીસા ના પાઠ કરવાથી અટકેલા કામો પૂર્ણ થશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આ નવરાત્રી અત્યંત 'લકી' સાબિત થશે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં મોટો ઉછાળો આવશે. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધશે અને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. લોકો તમારી સલાહને મહત્વ આપશે અને પારિવારિક સુખમાં વધારો થશે. નવરાત્રિ દરમિયાન વિશેષ ઉપાય માતાજીને દરરોજ લાલ ફૂલ અર્પણ કરો, જે તમારી ઉર્જા જાળવી રાખવામાં મદદ કરશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકોને મહેનતનું યોગ્ય ફળ મળવાનો સમય આવી ગયો છે. રોકાણ કરેલાં નાણાંમાં મોટો નફો થવાની શક્યતા છે. વેપારમાં અણધાર્યો પ્રગતિ અને મોટો આર્થિક નફો. જીવનસાથી સાથે મધુરતા વધશે અને અપરિણીત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવશે. વાત કરીએ નવરાત્રી દરમિયાન કરવાના કેટલાક વિશેષ ઉપાયોની તો 'ૐ દું દુર્ગાયૈ નમઃ' મંત્રનો જાપ કરવો અત્યંત ફળદાયી રહેશે.