Wed Sep 16 2026

Logo

ચહલ ભડકી ગયો એટલે `ગંદી બાત'ની ઍક્ટ્રેસે હવે મિજાજ હળવો કરતા કહ્યું કે...

2026-04-22 18:15:57
Author: Ajay Motiwala
ચહલ ભડકી ગયો એટલે `ગંદી બાત'ની ઍક્ટ્રેસે હવે મિજાજ હળવો કરતા કહ્યું કે...

નવી દિલ્હીઃ ઉલ્લૂ ઍપની `ગંદી બાત' નામની લોકપ્રિય સિરીઝથી જાણીતી થયેલી ઍક્ટ્રેસ તાન્યા ચૅટર્જીનો થોડા સમયથી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે જે વિવાદ ચાલી રહ્યો છે એમાં નવો વળાંક આવ્યો છે જેમાં ચહલે તાન્યાને માનહાનિ બદલ નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું છે. આ નોટિસ બાદ તાન્યાનો મિજાજ હળવો થઈ ગયો હોય એવું લાગે છે.

તાજેતરમાં તાન્યાએ ઇન્સ્ટાગ્રામ પર પાપારાઝી તરીકે ઓળખાતા સેલિબ્રિટીઝ માટેના એક ફોટોગ્રાફરને બતાવ્યું હતું કે ચહલે પણ તેને `ક્યૂટ' કહી છે. જોકે ચહલ (Chahal)ને આ વાતની ખબર પડી એટલે તેણે તાન્યાને ડૅફેમેશનની નોટિસ મોકલી દીધી છે.

તાન્યા (Tanya)એ ફોટો પડાવતી વખતે `જાણી જોઈને' પાપારાઝી (Paparazzi)ને પોતાનો મોબાઇલ બતાવ્યો હતો જેમાં યુઝવેન્દ્ર ચહલની `ચૅટ' હતી જેમાં તેણે બે પોસ્ટ પર `ક્યૂટ' કમેન્ટ કરી હતી. જોત જોતામાં આ વીડિયો વાઇરલ થઈ ગયો અને એક છોકરીને `પરેશાન' કરવાનો ચહલ સામે `આક્ષેપ' મુકાયો. તાન્યાની પાપારાઝી સાથેની આ ગપસપથી પોતાની પ્રતિષ્ઠાને નુકસાન થયું હોવાનું કારણ આપીને ચહલે તાન્યાને નોટિસ મોકલી છે.

જોકે હવે તાન્યાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે `આખા મામલાને અતિરેક સાથે ચગાવવામાં આવ્યો છે. કોઈને ક્યૂટ કહેવું એ કોઈ અપરાધ નથી. એ તો બસ એક સામાન્ય પ્રશંસા હતી જેને ચહલે ખોટી રીતે સમજી લીધી હતી. મેં તો માત્ર એક મૅસેજ શૅર કર્યો હતો, પરંતુ એને એવી રીતે રજૂ કરવામાં આવ્યો જાણે મેં કંઈ ખોટું કહી દીધું. ક્યૂટ શબ્દથી શું પ્રૉબ્લેમ છે એ જ મને નથી સમજાતું. મેં જે કહ્યું એ જરાય ખોટું નથી.'

તાન્યાએ ચહલ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દેતાં કહ્યું, `હે ભગવાન! હું તેને બરાબર ઓળખતી પણ નથી. બે ડીએમ હતા અને મજાની વાતો થઈ હતી. બસ, એટલું જ. લોકો મને મૅસેજ કરતા રહ્યા અને કહેતા હતા કે (ચહલ એ સમયે પરણેલો હતો એટલે) તે મૅરિડ હતો એમ છતાં મને સારા મૅસેજ મોકલતો હતો.'