Sat Sep 12 2026

Logo

કેન્દ્ર સરકારે તુષાર મહેતાને સોલિસિટર જનરલ તરીકે ફરીથી નિયુક્ત કર્યા

2026-06-21 20:44:03
Author: Chandrakant Kanoja
કેન્દ્ર સરકારે તુષાર મહેતાને સોલિસિટર જનરલ તરીકે ફરીથી નિયુક્ત કર્યા

નવી દિલ્હી :  કેન્દ્ર સરકારે તુષાર મહેતાને 1 જુલાઈ  2026 થી ત્રણ વર્ષ માટે ભારતના સોલિસિટર જનરલ તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે. વર્ષ 2018 માં આ પદ પર પહેલી વાર નિયુક્ત થયેલા મહેતાનો કાર્યકાળ અગાઉ વર્ષ 2020 અને વર્ષ  2023 માં લંબાવવામાં આવ્યો હતો. કેબિનેટ નિમણૂક સમિતિએ તેમની પુનઃનિયુક્તિને મંજૂરી આપી છે.

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે આદેશ જાહેર કર્યો 

આ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ કેબિનેટની નિમણૂક સમિતિ  એ તુષાર મહેતાને દેશના સોલિસિટર જનરલ તરીકે કાર્યરત રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ આદેશમાં જણાવાયું છે કે એસીસી એ તુષાર મહેતાને ત્રણ વર્ષ માટે ભારતના સોલિસિટર જનરલ તરીકે ફરીથી નિમણૂક કરવાની મંજૂરી આપી છે. આ નિમણૂક 1 જુલાઈ, 2026 થી અથવા આગામી આદેશો સુધી જે પણ વહેલું હોય ત્યાં સુધી અમલમાં રહેશે.

લાંબા સમય સુધી સેવા આપનારા સોલિસિટર જનરલ બનશે

તુષાર મહેતા સોલિસિટર જનરલ તરીકે લગભગ આઠ વર્ષ પૂર્ણ કર્યા છે અને નવા કાર્યકાળના અંત સુધીમાં તેઓ આ  11 વર્ષ પૂર્ણ  કરશે. જેનાથી તેઓ દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સોલિસિટર જનરલ  બનશે. સોલિસિટર જનરલ તરીકે તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટ સમક્ષ અસંખ્ય મહત્વપૂર્ણ બંધારણીય, નીતિગત અને ફોજદારી કેસોમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કર્યું છે.