Mon Jul 27 2026

Logo

CBSE બોર્ડના રિવેલ્યુએશન પોર્ટલ પર સાયબર હુમલો: 2 મિનિટમાં 15 લાખ હિટ્સ,  રજિસ્ટ્રેશન પ્રક્રિયા સુરક્ષિત

2026-06-02 17:14:00
Author: Mumbai Samachar Team
Article Image

ડિનાયલ ઓફ સર્વિસ (DoS) અટેકનો પ્રયાસ નિષ્ફળ, વિદ્યાર્થીઓની સુવિધા માટે ટેકનિકલ ટીમ એલર્ટ

નવી દિલ્હીઃ CBSE બોર્ડના રિવેલ્યુએશન પોર્ટલ પર સાયબર હુમલાનો પ્રયાસ થયો છે, જ્યાં 2 મિનિટમાં 15 લાખ હિટ થઈ થયા હોવાનું એક રિપોર્ટમાંથી સામે આવ્યું છે. બોર્ડના રિપોર્ટ અનુસાર 16 હજારથી વધારે વિદ્યાર્થીઓએ સરળતા પૂર્વક પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. સમગ્ર સિસ્ટમ હાલમાં 8 હજાર કરન્ટ યુઝર્સને સપોર્ટ કરી રહી છે. CBSE બોર્ડના રિવેલ્યુએશન પોર્ટલ પર એકાએક વેબ ટ્રાફિક વધી ગયો હતો. આ માહોલ વચ્ચે સાયબર હુમલાનો પ્રયાસ પણ થયો છે.

સાયબર હુમલાનો પ્રયાસ
કેટલાક સાયબર ગઠિયાઓએ આ પોર્ટલ પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો છે, કેટલીક સર્વિસને તોડી પાડવા માટેના પ્રયાસ થયા હતા. તેમ છતાં મોટી સંખ્યમાાં વિદ્યાર્થીઓએ પોતાના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી લીધી હતી. બોર્ડ એવી પણ જાણકારી જાહેર કરી હતી કે, હાલમાં આ પોર્ટલ 8000થી વધારે યુઝર્સને સપોર્ટ કરી રહ્યું છે. આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 16000થી વધુ વિદ્યાર્થીએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી નાંખ્યું હતું. બોર્ડના રિપોર્ટ અનુસાર હાલમાં પોર્ટ પર ડિનાયલ ઓફ સર્વિસ અટેકનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન 2 મિનિટમાં પોર્ટલપર આશરે 15 લાખ હિટ જોવા મળી હતી. 1 લાખથી વધારે વખત કેટલીક અનધિકૃત ફાઈલ્સને એક્સેસ કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

પોર્ટલ રહેશે સતત વૉચ
CBSE બોર્ડે જણાવ્યું કે, ટેકનિકલ ટીમ સતત આ સ્થિતિ પર વૉચ રાખી રહી છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની મુશ્કેલીઓ રજિસ્ટ્રેશન વખતે ન પડે. વિદ્યાર્થીઓ પાસેથી મળેલા સજેશન અને ફીડબેકના આધાર પર પોર્ટલમાં કેટલાક સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે. આ સત્રમાં સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ ઉતાવળમાં કોઈ ભૂલ ન કરી બેસે.સરળતાથી પોતાની પ્રક્રિયા પૂરી કરી શકે. બોર્ડે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, પ્લેટફોર્મને વધારે આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાઈટ પર કેટલીક અપડેટ પણ કરવામાં આવી છે.પણ સાયબર હુમલા માટેના કોઈ પ્રયાસ હજુ સુધી સફળ થયા નથી. 

ખાસ ટીમ તૈયાર રાખવામાં આવી
CBSE બોર્ડે જણાવ્યું હતું કે, અમે એક ટીમ તૈયાર કરી છે, જે પોર્ટલ પર સતત વૉચ રાખી રહી છે. ખાસ કરીને સાયબર હુમલાને ટાળવા માટે નાનકડી અમથી એરરને પણ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. આ માટે ટીમ સતત કામ કરી રહી છે. વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન માટે કોઈ મુશ્કેલીઓ ન ઊભી થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ફોર્મ ભરવા માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો છે. પેપરલીક અને ફ્રોડ જેવી ઘટનાઓને ધ્યાને લેતા પોર્ટલ ઉપર પણ સુરક્ષા વ્યવસ્થા અને સાયબર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.