Thu May 07 2026

Logo

13 એપ્રિલ 1919નો દિવસ કેવી રીતે ભૂલાય! જલિયાંવાલા બાગ નરસંહાર માટે અંગ્રેજોએ હજી માફી નથી માંગી

2026-04-13 09:13:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ 13 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે નિર્દોષ ભારતીયો પર ગોળીબારનો આદેશ આપીને બર્બર નરસંહાર કર્યો હતો. બૈસાખીના દિવસે રોલેટ એક્ટના વિરોધમાં શાંતિપૂર્ણ સભા માટે લોકો એકઠા થયાં હતાં. આ દરમિયાન જનરલ ડાયરે ગોળીબાર કરાવ્યો જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતી. આ ઘટના ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો એક કાળો અધ્યાય અને બ્રિટિશ શાસનની ક્રૂરતાનું પ્રતીક છે. ચોંકાવનારી વાત એ છે કે, અંગ્રેજોએ આ કૃત્ય માટે હજી પણ માફી માંગી નથી. 

જનરલ ડાયરે નિર્દોષ ભારતીયોની હત્યાનો આદેશ આપ્યો હતો

જલિયાંવાલા બાગની એ ઘટના આજે પણ ત્યાંની દિવલો પર જીવંત છે. આજે પણ આ દિવાલ પર ગોલીઓના નિશાન છે, જે અંગ્રેજોએ નિર્દોષ ભારતીય પર ચલાવી હતી. આ નિશાન જોઈને આજે પણ લોકોના હ્રદય દ્રવી ઉઠે છે. અંગ્રેજોએ ભારતીયોને હેરાન કરવામાં કોઈ કસર રાખી નથી. જલિયાંવાલા બાગ ઘૃણાસ્પદ કૃત્ય માટે બ્રિટને આજ સુધી માફી માંગી નથી. સાચી વાત કરવામાં આવે તો, જલિયાંવાલા બાગ હત્યાકાંડ માત્ર કોઈ ઘટના નથી પરંતુ અંગ્રેજોએ ભારતને આપેલો સૌથી મોટો ઘા છે, જે વારંવાર યાદ અપાવે છે કે, અંગ્રેજોએ આપણાં પણ જે અત્યાચાર કર્યો હતો, તેને ક્યાંરેય ભૂલતા નહીં! 

જલિયાંવાલા બાગ ઇતિહાસ ભૂલાવી શકાય તેમ નથી

જલિયાંવાલા બાગ એવો ઇતિહાસ છે જેને કોઈ ભૂલાવી શકતું નથી, અને કોઈ તેને વિકૃત કરી શકતું નથી. વાત એવી હતી કે, પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન 13 લાખ ભારતીયોએ અંગ્રેજો માટે યુદ્ધ કર્યું હતું. જેમાં 43 હજારથી પણ વધારે સૈનિકો માર્યા ગયાં હતા. આ વખતે ભારતીયોને એવો વિશ્વાસ હતો આ યુદ્ધમાં જો આપણે અંગ્રેજોનો સાથે આપશું તો અંગ્રેજો આપણને આઝાદ કરી દેશે, પરંતુ અંગ્રેજોએ ફરીએકવાર ભારત સાથે દગો કર્યો હતો. આનો વિરોધ ચાલી રહ્યો હતો તેમાં અંગ્રેજોએ ભારતીયો પર રોલેટ એક્સ લાગુ કરી દીધો હતો. આ એક્ટ દ્વારા અંગ્રેજો આઝાદી માટે લડતા ક્રાંતિકારીઓને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

રોલેટ એક્સ 1918માં તૈયાર થયો અને 6 ફેબ્રુઆરી અને 18 માર્ચ, 1919 ની વચ્ચે, બધા ભારતીય સભ્યોના વિરોધ છતાં, તે શાહી વિધાન પરિષદમાં પસાર થયું. આ એક્ટ પ્રમાણે કોઈ પણ પ્રકારના આંદોલનને દેશદ્રોહ ગણાવામાં આવી રહ્યો હતો. આ કાયદાનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પંજાબમાં પણ આ એક્ટનો ભારે વિરોધ થયો હતો. 

10 મિનિટમાં 1650 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું

13 એપ્રિલ, 1919ના દિવસે અમૃતસરમાં બૈસાખીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સ્વર્ણ મંદિર પાસે આવેલા જલિયાંવાલા બાગમાં 15થી 20 હજાર લોકો ભેગા થયાં હતા. નેતાઓ ભાષણ કરી રહ્યાં તે દરમિયાન કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યાં વિના  જનરલ ડાયરે ગોળીબારનો આદેશ આપી દીધો હતો. માત્ર 10 મિનિટમાં 1650 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબારને સતત ચાલુ રાખવા માટે  જનરલ ડાયરે આદેશ આપ્યો હતો. પરંતુ જ્યારે ગોળીઓ ખતમ થઈ ત્યાં સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. 

જલિયાંવાલા બાગ હત્યાકાંડને આજે 107 વર્ષ પૂર્ણ થયા

આ બાગ લોહીથી લથપત થઈ ગયો હતો. અનેક લોકો જીવ બચાવવા માટે કુવામાં કુદી પડ્યાં હતાં. તેમને પણ જનરલ ડાયરે બહાર નીકળવાનો મોકો નહોતો આપ્યો. આ દરમિયાન જનરલ ડાયરે પુરૂષો, મહિલાઓ, વૃદ્ધો સહિત અનેક બાળકોની હત્યા કરાવી હતી. જલિયાંવાલા બાગ હત્યાકાંડને આજે 107 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. અનેક વર્ષોથી એવી માંગણી કરવામાં આવી રહી છે કે, બ્રિટિસ સરકાર આ નરસંહાર માટે લેખિતમા માંફી માંગે પરંતુ હજી સુધી આવું થયું નથી. અંગ્રેજોઓ 107 વર્ષ પછી જાણીજોઈને કરેલા નરસંહાર માટે માફી નથી માંગી!