દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ફિન ઍલનના શૉટ બાદ સામા છેડે રહાણે રનઆઉટ!
કોલકાતાના કૅપ્ટન અજિંક્ય રહાણેની આ વખતની આઇપીએલમાં 10 મૅચમાં ફક્ત એક હાફ સેન્ચુરી છે અને શુક્રવારે તેને બીજી સદી ફટકારવાની સારી તક હતી, પરંતુ કમનસીબે તે રનઆઉટ થઈ ગયો હતો. તેણે બનાવ્યા હતા માત્ર 13 રન, પણ બન્યું એવું કે ફિન ઍલનના શૉટમાં બૉલ દિલ્હીના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક તરફ જ આવ્યો અને ડાબા હાથે રોકવાની સ્ટાર્કની કોશિશમાં બૉલ તેના હાથને વાગ્યા બાદ સ્ટમ્પ્સમાં ગયો હતો અને અગાઉથી જ બે ડગલાં બહાર આવી ગયો હોવાથી રનઆઉટ થઈ ગયો હતો. 29 રનના કુલ સ્કોર પર રહાણેની વિકેટ પડ્યા બાદ 31મા રને વિકેટકીપર અંગક્રિશ રઘુવંશી (એક રન)ને અક્ષર પટેલે ક્લીન બોલ્ડ કરી દીધો હતો. આઠ ઓવરને અંતે કોલકાતાનો સ્કોર બે વિકેટે 67 રન હતો. ઍલન 43 રને અને કૅમેરન ગ્રીન 10 રને રમી રહ્યો હતો.

IUML એ TVK ને ટેકો પાછો ખેંચ્યો
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) એ વિજયના TVK ને ટેકો પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તેવામાં હવે વિજય બહુમત સાબિત કરી શકશે નહીં. IUMLએ સમર્થન પાછું ખેચ્યું એટલે હવે ટીએમકે પાસે 116 ધારાસભ્યોનું સમર્થન છે. સરકાર બનાવવા માટે વિજયની મુશ્કેલીઓ સતત વધી રહી છે.
દિલ્હી ફક્ત 142 રન બનાવી શક્યું, કોલકાતા જીતશે તો બચી જશે
પાટનગરમાં કોલકાતા સામે દિલ્હીએ પ્રથમ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 142 રન બનાવ્યા છે અને અજિંક્ય રહાણેની ટીમ હવે 143 રન બનાવીને પ્લે-ઑફની રેસમાં ટકી શકશે. જોકે દિલ્હીના બોલર્સ મિચલ સ્ટાર્ક, લુન્ગી ઍન્ગિડી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ તથા મુકેશ કુમાર પર બધો આધાર છે. દિલ્હીના 148 રનમાં પથુમ નિસન્કાના 50 રન તથા આશુતોષ શર્માએ છેલ્લી ઓવર્સમાં ત્રણ સિક્સર અને ત્રણ ફોરની મદદથી બનાવેલા 39 રનનું યોગદાન હતું.

કોલકાતા સામે દિલ્હી 2/74...અને પછી 5/89
પાટનગરમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં કોલકાતા સામેની અત્યંત મહત્ત્વની મૅચમાં દિલ્હીએ 15 ઓવરમાં પાંચ વિકેટે 98 રન કર્યા છે અને બાકીની પાંચ ઓવરમાં હવે અક્ષર પટેલની ટીમે બને એટલા વધુ રન બનાવીને અજિંક્ય રહાણેની ટીમને પડકારરૂપ લક્ષ્યાંક આપવો પડશે. દિલ્હીએ 49મા રન પર પહેલી વિકેટ ગુમાવી હતી અને 74મા રને એની બીજી વિકેટ પડી હતી. જોકે જોત જોતામાં એક પછી એક વિકેટ પડતી ગઈ અને 89મા રને પાંચમી વિકેટ પડી હતી. ઓપનર પથુમ નિસન્કા 50 રન પૂરા કરીને સ્ટમ્પ-આઉટ થયો હતો. કેએલ રાહુલે 23 રન બનાવ્યા હતા, જ્યારે નીતીણ રાણા (આઠ રન), સમીર રિઝવી (ત્રણ રન) અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (બે રન) સસ્તામાં વિકેટ ગુમાવી બેઠા હતા. પાંચમાંથી બે વિકેટ અનુકૂલ રૉયે મેળવી હતી.

કોલકાતા પહેલાં ફીલ્ડિંગ કરશેઃ દિલ્હીની ટીમમાં બે ફેરફાર
પાટનગર દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. ટી. નટરાજનના સ્થાને મુકેશ કુમારને અને કરુણ નાયરના સ્થાને વિપ્રજ નિગમને ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. કુલદીપ યાદવ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમશે. કોલકાતાની ટીમમાં કોઈ ફેરફાર નથી કરાયો. કોલકાતાએ મુખ્ય ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે મૅચ-રેફરીને ફિન ઍલનનું નામ આપ્યું છે. આ મૅચ હારનારી ટીમ પ્લે-ઑફની રેસમાંથી આજે જ મોટા ભાગે બહાર થઈ ગઈ કહેવાશે.
એક મહિનામાં આવી શકે છે અમદાવાદ વિમાન દુર્ઘટનાનો રિપોર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ થવા આવ્યું છે. આજે ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુએ કહ્યું કે, અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં છે. રિપોર્ટ એક મહિનામાં આવી શકે છે.
પશ્ચિમ બંગાળના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવા CMના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ
પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રથમ સરકાર બનવાની તૈયારીઓ વચ્ચે, બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં નવા મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીઓમાં ભાજપે શાનદાર જીત મેળવી હતી. 294 બેઠકો વાળી વિધાનસભામાં 207 બેઠકો જીતીને મમતા બેનર્જીના નેતૃત્વવાળી TMC સરકારના 15 વર્ષના શાસનનો અંત આણ્યો હતો.
રશિયા - યુક્રેન યુદ્ધ વકરવાની ભીતિ
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ફરી એકવાર તેજ થતું જણાય છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે ગુરુવારે રાત્રે યુક્રેન દ્વારા છોડવામાં આવેલા 347 ડ્રોન તોડી પાડ્યા છે. રશિયાના જણાવ્યા અનુસાર, આ હુમલો 20 થી વધુ રશિયન વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો
બંગાળમાં મુખ્યપ્રધાનનાં નામ પર આજે અંતિમ મોહર લાગશે
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજય બાદ હવે સૌની નજર રાજ્યના આગામી મુખ્ય પ્રધાન પર ટકેલી છે. પક્ષ દ્વારા આ મહત્વની જવાબદારી કોને સોંપવામાં આવે છે તેની આજે ખબર પડી જશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં શુક્રવારે કોલકાતામાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે, જેમાં મુખ્ય પ્રધાનના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે.