Thu Mar 12 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 23 Feb 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2 weeks ago

ઝારખંડના ચત્રામાં એક ચાર્ટર પ્લેન ક્રેશ

ઝારખંડના ચત્રામાંમાં એક ચાર્ટર પ્લેન ક્રેશ થયું છે. અહેવાલ મુજબ રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી, પ્લેનમાં જેમાં 7 લોકો સવાર હતા.

2 weeks ago

PSI ની ૪૭૨ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા પૂર્ણ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પો.સ.ઇ. (PSI) ની ૪૭૨ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.  ૪૭૨ ઉમેદવારોની હંગામી પસંદગી યાદી અને ૯૫ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવી છે. ૪.૬૦ લાખથી વધુ ઉમેદવારોની શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા બાદ ૧૦૨૩ ઉમેદવારોનું દસ્તાવેજ ચકાસણી કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું અને પસંદગી પામેલ ઉમેદવારોની યાદી બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

2 weeks ago

તમિલનાડુના SIRની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ, 74 લાખ નામ દૂર કરાયા

દેશમાં ચૂંટણી પંચ દ્વારા  મતદાર યાદી સુધારણા માટે  SIRની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં તમિલનાડુના આજે SIR પછી  અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ  અંતિમ મતદાર યાદીમાંથી 74 લાખ લોકોના નામ દૂર  કરવામાં આવ્યા  છે.

2 weeks ago

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર એપસ્ટેઇન ફાઇલ્સ મુદ્દે પ્રહાર કર્યો, કહ્યું શરમની વાત

લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર વિડીયો જાહેર કરીને પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે એપસ્ટેઇન ફાઇલ્સમાં વડાપ્રધાન, તેમના મંત્રીઓ અને મિત્રોના નામ પ્રકાશમાં આવ્યા છે. જે શરમની વાત  છે.

2 weeks ago

સોના ચાંદીના ભાવમાં વધારા મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન, આપ્યું આ કારણ

દેશમાં હાલમાં જ સોના ચાંદીના ભાવમાં વિક્રમી વધારો જોવા મળી રહ્યો છે. જોકે, તેના વધારા પાછળ કોઈ ચોક્કસ કારણો ન હોવાનું  નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે સરકાર આ ટ્રેન્ડ પર નજીકથી નજર રાખી રહી છે. તેમાં હાલ ચિંતાનો કોઈ વિષય નથી. તેમજ સ્થાનિક બજારમાં સોનાની માંગમાં વધારો સિઝનલ છે.

2 weeks ago

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા

 ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે IAS અધિકારી સંદિપ સાંગલેની મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે નિમણૂંક કરી છે.

2 weeks ago

કીર્તિ પટેલના જામીન મંજુર

20 લાખની ખંડણીના કેસમાં કોર્ટે  કીર્તિ પટેલના જામીન મંજુર કર્યા  છે.  ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં આવતીકાલે 11 વાગ્યે હાજર થવા કોર્ટે ફરમાન કર્યું છે.

2 weeks ago

પીએમ મોદીના ઈઝરાયેલ પ્રવાસ દરમ્યાન 'આયર્ન ડોમ' ડિફેન્સ ટેકનોલોજી મળવાની શકયતા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈઝરાયેલ પ્રવાસ દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થવાના સંકેત મળી રહ્યા છે. ઇઝરાયલના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ યાનિવ રેવાચે સંકેત આપ્યો છે કે  પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન બંને દેશો તેમના સંરક્ષણ કરારોનો વિસ્તાર કરશે. જેમાં ભારતને ઇઝરાયલની પ્રખ્યાત 'આયર્ન ડોમ' મિસાઈલ ડિફેન્સ  ટેકનોલોજી મળી શકે છે.

2 weeks ago

સાંજના 7 વાગ્યા સુધી 19 જિલ્લાઓમાં 'યલો એલર્ટ'

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી કલાકો માટે મહત્વની આગાહી કરવામાં આવી છે. સાંજના 7 વાગ્યા સુધીમાં રાજ્યના 19 જિલ્લાઓ માટે 'યલો એલર્ટ નાઉકાસ્ટ' જાહેર કરવામાં આવ્યું છે, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડા, સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં આગાહી કરવામાં આવી છે.

2 weeks ago

હરિયાણા સરકારના આઇડીએફસી બેંકના ખાતામાંથી 590 કરોડની છેતરપિંડીની ફરિયાદ

હરિયાણા સરકાર દ્વારા આઇડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા તેના ખાતામાંથી 590 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ અંગે હરિયાણા સરકારના એક વિભાગે બેંક બેલેન્સ અને ખાતાના રેકોર્ડમાં દર્શાવેલ રકમ વચ્ચે વિસંગતતા બાદ ફરિયાદ નોંધાવી હતી.

2 weeks ago

ગીરનાર પર જૈન ધર્મનો ધ્વજ ફરકાવનાર એક આરોપીની ધરપકડ

ગીરનાર પર જૈન ધર્મનો ધ્વજ ફરકાવવાના મુદ્દે ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસ કાર્યવાહી કરીને એક આરોપીને ઝડપી લીધો છે. અન્ય એકને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

2 weeks ago

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે તેજસ ફાઇટર જેટ ક્રેશના અહેવાલ અંગે સ્પષ્ટતા કરી

ભારતીય વાયુસેનાનું  ટ્રેનિંગ તેજસ ફાઇટર જેટ ક્રેશ થવા અંગેના અહેવાલો વચ્ચે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે સ્પષ્ટતા કરી છે. આ અંગે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે જણાવ્યું છે કે તેજસ વિમાન ક્રેશ નથી થયું. આ એક સામાન્ય ટેકનિકલ સમસ્યા હતી.

2 weeks ago

યુએસ કસ્ટમે ટ્રમ્પને આપ્યો આંચકો, ભારત સહિતના દેશો પર નહિ લાગે ટ્રમ્પ ટેરિફ

અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પ ટેરિફને ગેરકાયદે ગણાવવામાં આવ્યો છે. જેની બાદ હવે યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન 24 ફેબ્રઆરીથી કોઇપણ દેશ પાસેથી ટ્રમ્પ ટેરિફ નહિ વસૂલે. જેના પગલે હવે ભારત સહિતના દેશો પર ટ્રમ્પ ટેરિફ  વસૂલવામાં નહિ આવે.

2 weeks ago

અમદાવાદમાં કમોસમી વરસાદ

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટાં શરૂ થયા છે. આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે.

2 weeks ago

ગુજરાતની હસ્તકલા વૈશ્વિક બ્રાન્ડ બની છે : શંકર ચૌધરી

ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં આજે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો વિધાનસભાના અધ્યક્ષ  શંકર ચૌધરીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શંકર ચૌધરીએ કહ્યું, ગુજરાતની હસ્તકલા વૈશ્વિક બ્રાન્ડ બની છે. 28 ફેબ્રુઆરી 2026 સુધી મહિલા કારીગરો દ્વારા ઉત્પાદિત સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ વિધાનસભા સંકુલમાં થશે.

2 weeks ago

ભારતે તમામ નાગરિકોને ઈરાન છોડવાની આપી સલાહ

ઈરાનમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને લખ્યું, ઈરાનમાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હાલમાં ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોને ઈરાન છોડવાની સલાહ આપવામાં આવે છે. 14 જાન્યુઆરી 2026ની એડવાઈઝરીન ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ ભારતીય નાગરિકો અને પીઆઈઓએ યોગ્ય સાવધાની રાખવી જોઈએ, વિરોધ પ્રદર્શન અથવા પ્રદર્શનના વિસ્તાર ટાળવા જોઈએ, ઈરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ અને કોઈપણ ઘટનાક્રમ માટે સ્થાનિક મીડિયા પર નજર રાખવી જોઈએ.

2 weeks ago

દિલ્હી લાલા કિલ્લાને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી

દિલ્હી પોલીસને સોમવારે દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલઈ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મેઈલ ખાલિસ્તાની જૂથના નામે કથિત રીતે મોકલવામાં આવ્યો છે. ધમકી ભર્યો મેઈલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી દીધી છી. આ ઉપરાંત દિલ્હી વિધાનસભા સંકુલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારની સઘન કપાસ શરૂ કરવામાં આવી છે.

2 weeks ago

રાજ્યમાં બે વર્ષમાં 7000થી વધુ ડોક્ટરની ભરતી થઈ

ગુજરાત વિધાનસભા બજેટ સત્ર દરમિયાન ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ રાજ્યમાં બે વર્ષમાં કેટલા ડોકટરની ભરતી થઈ તેવો સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું કે, 2024માં 2695 અને 2025માં 4394 મળી કુલ 7089 ડોક્ટરની ભરતી કરવામાં આવી હતી.

2 weeks ago

દિલ્હી પોલીસે ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખને મોકલ્યું સમન્સ

ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા શર્ટલેસ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જે મામલે હવે દિલ્હી પોલીસ કાર્યવાહી વધુ તેજ કરી છે. પોલીસે ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.

2 weeks ago

અમદાવાદમાં 27 પીઆઈની બદલી

અમદાવાદમાં 27 પીઆઈની બદલી કરવામાં આવી હતી. તેમજ લિવ રિઝર્વમાં રહેલા 8 PIને નિમણૂંક આપવામાં આવી હતી કૃષ્ણનગર, ચાંદખેડા સહિતના કેટલાક પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાય સમયથી ઇન્ચાર્જથી ચાલતા હતા તે પોલીસ સ્ટેશનને હવે પીઆઈ મળ્યા છે.

2 weeks ago

સોના-ચાંદીમાં તેજી

 સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. માર્કેટ ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. MCXના ડેટા મુજબ, ચાંદીનો અગાઉનો બંધ ભાવ 2,52,944.00 હતો, જેની સામે આજે બજાર ખુલતાની સાથે જ તે ₹2,63,061.00 પર ખુલી હતી.  સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,56,876.00 હતો, જે આજે ₹1,58,458.00 પર ખુલ્યું હતું.  બંને ધાતુના ભાવમાં અનુક્રમે ₹15000 અને ₹3100થી વધુનો વધારો જોવા મળ્યો હતો.

2 weeks ago

11 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં કમોસમી વરસાદનું એલર્ટ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નાઉ કાસ્ટ મુજબ રાજ્યમાં 11 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં કમોસમી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, ભરૂચ, તાપી, નર્મદા, છોટા ઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

2 weeks ago

જંગલેશ્વર ડિમોલિશન પર ડ્રોનથી નજર

રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. આ ડિમોલિશનમાં 2500થી વધુનો પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હાજર છે. મેગા ડિમોલિશનને લઈ પોલીસ કમિશનર બ્રિઝેશ ઝા સ્થળ પર પહોંચ્યા હતા અને SRP જવાનો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા પો. કમિશનરે કાફલા સાથે નિરીક્ષણ કર્યું હતું.

2 weeks ago

પૂર્વ કેન્દ્રીય રેલવે પ્રધાન મુકુલ રોયનું નિધન


પશ્ચિમ બંગાળના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી મુકુલ રોયનું નિધન થયું છે. તેઓ 71 વર્ષના હતા. તેમના પુત્ર શુભ્રાંશુ રોયે આ બાબતની પુષ્ટિ કરી છે. મુકુલ રોયે રવિવારે રાત્રે લગભગ 1:30 વાગ્યે કોલકાતાની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

2 weeks ago

મેક્સિકો હિંસાને લઈ ભારતે એડવાઈઝરી કરી જાહેર

મેક્સિકોમાં હિંસાને પગલે ભારતે એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીય નાગરિકોને મેક્સિકો ન જવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત જે લોકો ત્યાં છે તેમને એલર્ટ રહેવા અથવા વહેલી તકે ત્યાંથી નીકળી જવા જણાવાયું છે.