દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
ભારતમાં દેખાયો રમઝાનનો ચાંદ, મુસ્લિમ બિરાદરો માટે રમઝાનનો પવિત્ર મહિનો શરૂ
ભારતમાં બુધવારે રમઝાનનો ચાંદ દેખાયો છે. આની સાથે જ દેશમાં મુસ્લિમ બિરાદરો માટે રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થયો છે. ઇસ્લામિક માન્યતાઓ અનુસાર, રમઝાન દરમિયાન રોજા (ઉપવાસ) કરીને અલ્લાહની ઈબાદત કરવામાં આવે છે. આ પવિત્ર મહિના દરમિયાન મુસ્લિમો દ્વારા રોજા રાખવામાં આવે છે.
ભારતીય મૂળના સ્પિનર આર્યન દત્તે કિશનને પણ કર્યો ક્લીન બોલ્ડ
ટીમ ઇન્ડિયાએ રવિવારે પાકિસ્તાન સામે અસરદાર પર્ફોર્મન્સથી મૅચને વન-સાઇડેડ બનાવીને જીતી લીધી હતી, પણ અમદાવાદમાં નેધરલૅન્ડ્સ જેવી ઓછી પડકારરૂપ ટીમ સામે ભારતે 39 રનમાં બે વિકેટ ગુમાવી દીધી. આઘાતજનક વાત તો એ છે કે બન્ને હાર્ડ-હિટિંગ ઓપનર અભિષેક શર્મા અને ઇશાન કિશનને ભારતીય મૂળના જ ડચ ઑફ-સ્પિનર આર્યન દત્તે ક્લીન બોલ્ડ કરી દીધા. અભિષેકે શૂન્યમાં વિકેટ ગુમાવી ત્યાર પછી કિશને એક સિક્સર તથા બે ફોરની મદદથી સાત બૉલમાં 18 રન કર્યા હતા. તિલક વર્મા (પચીસ નૉટઆઉટ) સાથે કૅપ્ટન સૂર્યકુમાર (એક નૉટઆઉટ) દાવમાં હતો. પાંચ ઓવરને અંતે ભારતનો સ્કોર 2/44 હતો.

હે ભગવાન! અભિષેક શર્માની ઝીરોની હૅટ-ટ્રિક!
અમદાવાદવાસીઓને ટી-20ના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્માની ફટકાબાજીનો જરા પણ લાભ ન મળ્યો, કારણકે તે નેધરલૅન્ડસ સામેની મૅચની હજી તો શરૂઆત થઈ ત્યાં પોતાના ત્રીજા જ બૉલમાં શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. ભારતીય મૂળના ઑફ સ્પિનર આર્યન દત્તે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. અભિષેક વર્લ્ડ કપમાં સતત ત્રીજી મૅચમાં ઝીરો પર વિકેટ ગુમાવી બેઠો છે. તે આ પહેલાં, અમેરિકા સામેની વાનખેડેની મૅચમાં અને પછી પાકિસ્તાન સામેની મૅચમાં ખાતું ખોલાવ્યા વગર પૅવિલિયનમાં પાછો આવ્યો હતો. આજે તેની વિકેટ પડ્યા બાદ ઇશાન કિશન સાથે તિલક વર્મા જોડાયો હતો અને બે ઓવરને અંતે ભારતનો સ્કોર 1/18 હતો. કિશન એક ચોગ્ગાની મદદથી બનેલા સાત રને અને તિલક એક છગ્ગા સાથે બનેલા 11 રને રમી રહ્યો હતો.

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં સુધાર, GRAP-2 ના પ્રતિબંધો હટાવી લેવાયા
દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. જેના કારણે હવાની ગુણવત્તામાં સુધાર થયો છે. જેમાં લીધે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ સ્ટેજ 2 પ્રદૂષણ વિરોધી પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. પ્રદૂષણનું સ્તર ઘટ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતે બૅટિંગ લીધીઃ વૉશિંગ્ટન ઇલેવનમાં, અર્શદીપનું કમબૅક
અમદાવાદમાં ભારતે નેધરલૅન્ડ્સ સામે ગ્રૂપ-એની અંતિમ લીગ મૅચમાં ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી છે અને જોરદાર ફટકાબાજી સાથે ડચ ટીમને મોટો લક્ષ્યાંક આપવાનો ટીમ ઇન્ડિયાનો પ્લાન છે. ભારતીય ટીમમાં બે ફેરફાર કરાયા છે. અક્ષર પટેલને આરામ આપીને વૉશિંગ્ટન સુંદરને આ ટૂર્નામેન્ટમાં પહેલી વખત રમવાનો મોકો અપાયો છે. કુલદીપ યાદવને આરામ આપીને અર્શદીપ સિંહને ફરી રમવાની તક અપાઈ છે. કૅપ્ટન સૂર્યકુમારે કહ્યું, ` પ્રથમ બૅટિંગ માટે પિચ ઘણી સારી લાગે છે. પિચમાં પછીથી ભેજની અસર જોવા મળશે એટલે અમે હરીફ ટીમને મોટો લક્ષ્યાંક આપવા માગીએ છીએ. અમારા બોલર્સ પર ટાર્ગેટ ડિફેન્ડ કરવાનું પ્રેશર આવી શકે, પણ તેમણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં પડકારો બહુ સારી રીતે ઝીલ્યા છે. દરેક મૅચમાં કોઈને કોઈ નવા ખેલાડીએ મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું છે. આશા રાખું છું કે આ વખતે ટીમમાંથી કોઈ નવો ખેલાડી મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતશે.'

પાકિસ્તાન સુપર-એઇટમાં, હાર્ડ-લક અમેરિકા
કોલંબોમાં પાકિસ્તાને નામિબિયાને ગ્રૂપ-એના મુકાબલામાં 200 રનના લક્ષ્યાંક સામે 97 રનમાં આઉટ કરીને 102 રનથી વિજય મેળવ્યો હતો અને સુપર-એઇટમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ ગ્રૂપમાં એકંદરે પાકિસ્તાન કરતાં સારું પર્ફોર્મ કરનાર અમેરિકાની ટીમ સુપર-એઇટથી વંચિત રહી ગઈ હતી અને ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી. પાકિસ્તાનની જીતની ખાસિયત એ હતી કે બિન-અનુભવી નામિબિયાના ચાર બૅટ્સમેન સ્ટૉપ-સ્ટાર્ટની વિચિત્ર બોલિંગ-ઍક્શનવાળી સ્પિનર ઉસ્માન તારિકની જાળમાં ફસાઈ ગયા હતા અને વિકેટ ગુમાવી બેઠા હતા. એમાંથી બે વિકેટ તેણે મૅચની અંતિમ બનેલી ઓવરમાં લીધી હતી. લૉરેનસ્ટીનકૅમ્પના 23 રન નામિબિયાની ટીમમાં હાઇએસ્ટ હતા. તારિકની ચાર વિકેટ ઉપરાંત બીજા સ્પિનર શાદાબ ખાને ત્રણ વિકેટ લીધી હતી.

એઇમ્સ અને ગૂગલ વચ્ચે ભાગીદારી, AI કરશે દર્દીઓ અને ડૉક્ટરને મદદ
નવી દિલ્હીમાં ભારત મંડપમમાં આયોજિત AI ઈમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા ગૂગલ અને અલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈ ભારત આવ્યા છે. તેમજ સુંદર પિચાઈએ એઆઈઆઈ ઈમ્પેક્ટ સમિટમાં ભાગ લેતા પૂર્વે એઈમ્સ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો ફાયદો એઈમ્સમાં સારવાર માટે આવતા દર્દીઓ અને ડૉક્ટરોને પણ મળશે.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું, માયાવતી એકલા હાથે ચૂંટણી લડશે
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકારણ અત્યારથી ગરમાયું છે. જેમાં બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું આ ચૂંટણી માટે આંબેડરવાદી લોકો દેશમાં સક્રિય થાય. તેમજ દિલ્હીમાં ટાઈપ-8 બંગલાની ફાળવણી પાછળ લખનઉ ગેસ્ટ હાઉસ કાંડને જવાબદાર ગણાવ્યો છે.
ટી-20 વર્લ્ડ કપમાં 12 વર્ષે પાકિસ્તાની પ્લેયરની સદીઃ પાકિસ્તાનના 3/199
કોલંબોમાં પાકિસ્તાને 20 ઓવરમાં ત્રણ વિકેટે 199 રન બનાવ્યા અને નામિબિયાને 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓપનર સાહિબઝાદા ફરહાન (100 અણનમ, 58 બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર) પાકિસ્તાનનો 2014ની સાલ પછીનો બીજો ટી-20 વર્લ્ડ કપ સેન્ચુરિયન બન્યો છે. 12 વર્ષ પહેલાં અહમદ શેહઝાદે સદી ફટકારી હતી. પાકિસ્તાનના 199 રનમાં કૅપ્ટન સલમાન આગાના 38 રન અને શાદાબ ખાનના અણનમ 36 રન સામેલ હતા. નામિબિયા વતી પેસ બોલર જૅક બે્રસલે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
ઇડીએ મલયાલમ અભિનેતા જયસૂર્યાની 39 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી
ઇડીએ મની લોન્ડરિંગ કેસ અંતર્ગત લોકપ્રિય મલયાલમ અભિનેતા જયસૂર્યાની 39 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ઇડીએ 'સેવ બોક્સ' નામની ઓનલાઈન બિડિંગ એપ્લિકેશન દ્વારા કેટલાક લોકો સાથે કથિત છેતરપિંડીના સંદર્ભમાં ડિસેમ્બર 2025 માં અભિનેતા અને તેમની પત્નીની પૂછપરછ કરી હતી
નામિબિયા સામે પાકિસ્તાનનો ઓપનર સઇમ 14 રનમાં આઉટ
કોલંબોમાં ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને નામિબિયા સામેની અત્યંત મહત્ત્વની મૅચમાં બૅટિંગ લીધા બાદ ઓપનર સઇમ અયુબની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. તેને પેસ બોલર જૅક બે્રસલે વિકેટકીપર ઝેન ગ્રીનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. જોકે 40 રનના કુલ સ્કોર પર એ વિકેટ પડ્યા બાદ બીજા ઓપનર સાહિબઝાદા ફરહાન 46 રને અને વનડાઉન બૅટ્સમૅન અને કૅપ્ટન સલમાન આગા પચીસ રને રમી રહ્યો હતો અને ત્યારે પાકિસ્તાનનું ટોટલ 1/89 હતું,
ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદને હરિયાળું બનાવાશે
ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં રાજયમાં વન અને પર્યાવરણ વિભાગ માટે કુલરૂપિયા 3560 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ અંગે જોગવાઈ અને જણાવતા નાણાંમંત્રીએ કહ્યું હતું કે, કચ્છના બન્ની પ્રદેશમાં આવેલ છારી-ઢંઢ જળપ્લાવિત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રામસર સાઇટમાં સમાવેશ થયેલ છે. આ સાથે જ રામસર સાઇટમાં સામેલ ગુજરાતના સ્થળોની સંખ્યા વધીને પાંચ થઇ છે. તેમજ વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં વધારો કરવામાં આપણું રાજ્ય દેશમાં મોખરે છે.
ગુજરાતનું ₹4,08,053 કરોડનું બજેટ
ગુજરાત સરકારનું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્તંભ - સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું ₹4 લાખ 8 હજાર 53 કરોડનું (₹4,08,053 કરોડ) બજેટ નાણાં પ્રધાને રજૂ કર્યું હતું.
ગુજરાતને ડમ્પ ફ્રી બનાવાશે
બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ કહ્યું, ગુજરાત “ડમ્પ ફ્રી” રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત ૨૫૩ લાખ મેટ્રીક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક રીતે દૂર કરેલ છે. તેમજ બાકી રહેતી તમામ સાઇટને ડમ્પ ફ્રી કરી તેનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવાનું આયોજન છે.
ધોલેરા માટે કેટલા કરોડની થઈ ફાળવણી
ધોલેરા અને સાણંદ ખાતે વિકસતા સેમીકોન હબ ગુજરાતને Chip ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના નકશામાં મહત્ત્વનું સ્થાન પ્રદાન કરી રહ્યાં છે. જે ભારતની સેમીકોન આત્મનિર્ભરતાનો મુખ્ય આધારસ્તંભ બનશે. ધોલેરા SIR ખાતે ફેઝ-૧ હેઠળ લોજિસ્ટિક એન્ડ ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં, ધોલેરા એરપોર્ટ, આધુનિક માર્ગો, પાણી અને વેસ્ટવોટર ટ્રીટમેન્ટ, અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ તથા સ્માર્ટ ICT સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જેનાથી ધોલેરા ભવિષ્યના ઉદ્યોગ, નવીનતા અને રોજગારનું વૈશ્વિક કેન્દ્ર બનશે. જેના માટે વિકસિત ગુજરાત ફંડ સહિત કુલ ₹૬૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી.
ગુજરાત બજેટમાં VB-G RAM Gમાં કામના દિવસો વધારીને 125 કરાયા
ગુજરાત બજેટમાં VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવ્યું હતું. જેમાં કામના દિવસો ૧૦૦થી વધારી ૧૨૫ કરવામાં આવેલ છે. જેના માટે કુલ ₹૧૫૦૦ કરોડનું આયોજન કર્યું છે.
ગુજરાત બજેટમાં VB-G RAM Gમાં કામના દિવસો વધારીને 125 કરાયા
રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત બજેટમાં થઈ હતી.
