Thu Mar 12 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 20 Feb 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2 weeks ago

ઇન્ડિયા AI સમિટમાં 250 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત, 70 દેશો ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરશે

ભારતના આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે,  ઇન્ડિયા એઆઈ સમિટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણમાં 250 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત થઈ છે  અને 'દિલ્હી ઘોષણા' પર 70 દેશોએ હસ્તાક્ષર કરશે.

2 weeks ago

ટેરિફ મુદ્દે ટ્રમ્પને મોટો ઝટકો

અમેરિકન સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને રદ કરવાનો આપ્યો આદેશ.  અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે જાહેર કર્યો.

2 weeks ago

ભારત વેનેઝુએલા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદશે કે નહી તે અંગે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી

ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ બાદ  ભારત રશિયાને બદલે  વેનેઝુએલા પાસેથી  ક્રુડ ઓઈલ  ખરીદશે તેવી અટકળો તેજ થઈ  છે. તેવા સમયે ભારતના વિદેશ મંત્રાલયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે ઈરાન કટોકટી અને  બાંગ્લાદેશ સહિત અનેક મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી છે.

2 weeks ago

AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, ચાર લોકોની ધરપકડ

દિલ્હીમાં આયોજિત AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાના શર્ટ ઉતાર્યા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે  ભારત મંડપમના એક સમિટ હોલમાં આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામને  પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિલ્હી પોલીસ એફઆઈઆરમાં અનેક ગંભીર આરોપો દાખલ કરી રહી છે.

2 weeks ago

વેશ્યાવૃત્તિને 'સમાજ સેવા' ગણાવતા અભિનેત્રી મોના થીબાના નિવેદનથી હોબાળો

ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેત્રી મોના થીબા કનોડિયા અત્યારે વિવાદોના વંટોળમાં ફસાયા છે. રાજકોટમાં પોતાની આગામી ફિલ્મ 'શક્તિ' ના પ્રમોશન દરમિયાન તેમણે એક એવું નિવેદન આપ્યું છે જેણે આખા સમાજમાં ચર્ચા અને આક્રોશ જગાડ્યો છે. મોના થીબાએ જણાવ્યું કે, "વેશ્યાવૃત્તિ એ એક પ્રકારે સમાજ સેવા કહેવાય. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિવિધ સામાજિક સંસ્થાઓ અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

2 weeks ago

ભારત-બાંગ્લાદેશ વિઝા સેવાઓ ફરી શરુ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં સુધારાના સંકેતો મળી રહ્યા છે, જેમાં દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનએ ભારતીય નાગરિકો માટે તમામ વિઝા સેવાઓ ફરીથી શરુ કરી છે, જે લગભગ બે મહિનાથી સ્થગિત હતી.

2 weeks ago

મહિલા ટી-20માં ભારત ફાઇનલમાંઃ બંગલાદેશ સામે થશે મુકાબલો

બેંગ્કૉકમાં મહિલા ક્રિકેટમાં વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ નામની ટી-20 ટૂર્નામેન્ટમાં ભારતે શ્રીલંકાને સેમિ ફાઇનલમાં કૅપ્ટન રાધા યાદવ (19 રનમાં ચાર વિકેટ અને અણનમ 19)ના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની મદદથી પાંચ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. શ્રીલંકાએ 118 રન કર્યા બાદ ભારતીય ટીમે 13.3 ઓવરમાં પાંચ વિકેટે 119 રન કરીને વિજય મેળવી લીધો હતો. બીજી સેમિમાં બાંગ્લાદેશે આઠ વિકેટે 110 રન કર્યા પછી પાકિસ્તાનને માત્ર 56 રનમાં ઑલઆઉટ કરીને 54 રનથી જીત મેળવી લીધી હતી અને હવે રવિવારે ફાઇનલમાં ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ વચ્ચે ટક્કર થશે.

2 weeks ago

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ઈરાને હિંદ મહાસાગરમાં અલ્વાન્ડ ડિસ્ટ્રોયર તૈનાત કર્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને હિંદ મહાસાગરમાં અલ્વાન્ડ ડિસ્ટ્રોયર તૈનાત કર્યું છે. અમેરિકાએ ઇરાનને 15 દિવસની ચેતવણી આપી છે.  જેના જવાબમાં ઈરાનને આ પગલું ભર્યું  છે. અલ્વાન્ડ ડિસ્ટ્રોયર (Alvand Destroyer)એ ઈરાન નૌકાદળનું એક શક્તિશાળી યુદ્ધ જહાજ છે.જેણે તાજેતરમાં રશિયા સાથેના સંયુક્ત નૌકાદળ ઓપરેશનમાં હિસ્સો લીધો હતો.

2 weeks ago

વલસાડમાં ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત

વલસાડના કપરાડાનાં કુંભઘાટ પર ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.  એક જ પરિવારનાં 5 સભ્યોનાં મોત થયા હોવાના અહેવાલ છે અને 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા છે.

2 weeks ago

ભારત દ્વારા વેનેઝુએલા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદીની અટકળો વચ્ચે અમેરિકાના રાજદૂતનું મોટું નિવેદન

ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ બાદ ભારત દ્વારા વેનેઝુએલા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.  આ દરમિયાન એઆઈ સમિટમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું મહત્વનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે ક્રુડ ઓઈલની ખરીદી 
 

2 weeks ago

ગુજરાતની ધરતીને મારા વંદનઃ નીતિન નબીન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સંબોધન દરમિયાન નીતિન નબીને કહ્યું, જે આત્મીયતાથી ગુજરાત સમગ્ર દેશને નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે, ગુજરાતની ધરતીના સંતાનો આજે સમગ્ર દેશ અને વિશ્વને નેતૃત્વ આપી રહ્યા છે, હું તે ધરતીને વંદન કરું છું.

2 weeks ago

બે વર્ષમાં ડિજિટલ પોર્ટલનું સર્વર ડાઉનની 55 ફરિયાદ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોતરી કાળમાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ડિજિટલ ગુજરાત પોર્ટલના સર્વર સંબંધિત ફરિયાદનો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, બે વર્ષમાં ડિજિટલ ગુજરાત પોર્ટલના સર્વર ડાઉન, ખૂબ ધીમા ચાલતા અથવા વારંવાર એરેર આવવી સંબંધિત કુલ 55 ફરિયાદ મળી છે.

2 weeks ago

AI કન્ટેન્ટના નવા નિયમો આજથી લાગુ થયા

AI કન્ટેન્ટના નવા નિયમો આજથી લાગુ થયા છે. જે મુજબ  જો કોઈ ફોટો, વીડિયો કે ઓડિયો એઆઈની મદદથી બનાવવામાં
આવ્યો હોય, તો તેના પર 'લેબલ' લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કોઈપણ વાંધાજનક કન્ટેન્ટને ફરિયાદ મળ્યાના માત્ર 3 કલાકની અંદર હટાવવું પડશે.  10 ફેબુઆરીએ આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

2 weeks ago

અમદાવાદમાં સ્કૂલ વાનને નડ્યો અકસ્માત

અમદાવાદની દિવાન બલ્લુભાઈ સ્કૂલની વાનને  અકસ્માત નડ્યો હતો. ખોડિયારનગર બ્રિજ પાસે સ્કૂલ વાન BRTS રેલિંગને અથડાઈ હતી. વાનમાં સવાર 10 વિદ્યાર્થીઓને કોઈ ઈજા થઈ નથી.

2 weeks ago

લગ્ન નોંધણી નિયમોમાં સુધારા વિધાનસભામાં રજૂ

ગુજરાત વિધાનસભામાં લગ્ન નોંધણી નિયમોમાં સુધારા રજૂ થયા હતા. હર્ષ સંઘવીએ તેને રજૂ કર્યા હતા. જેના પર 30 દિવસ સુધી વાંધા સૂચન આપી શકાશે. સંઘવીએ કહ્યું- સરકાર પ્રેમની વિરોધી નથી.

2 weeks ago

સુરતના વાતાવરણમાં આવ્યો પલટો

આજે  વહેલી સવારથી જ સુરત, અંકલેશ્વર, હાંસોટ, ગોધરા, પંચમહાલના વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં સવારથી જ કમોસમી વરસાદ શરૂ થયો છે. વરસાદી ઝાપટાંને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

2 weeks ago

શ્રીકૃષ્ણ જન્મભૂમિ સાથે જોડાયેલા મામલા પર સુનાવણી

શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદના મામલે શુક્રવારે અલ્હાબાદ હાઈ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે તમામ પક્ષકારોને તેમની પાસે જ પણ પ્રાર્થના પત્રો   અથવા સુધારા અરજીઓ હોય તે રજૂ કરવા આદેશ આપ્યો છે.

2 weeks ago

ભાજપ અધ્યક્ષ આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે

ભાજપ અધ્યક્ષ નીતિન નબીન શુક્રવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક સંગઠનાત્મક બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ બપોરે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેઓ નારણપુરા સ્થિત જીએસસી બેંકમાં સાંસદો અને ધારાસભ્યો સાથે વાતચીત કરશે. સાંજે તેઓ ગાંધીનગરના ઈન્ફોસિટીમાં આયોજિત ‘બજેટ મીટ’માં સામેલ થશે.