Tue Jul 28 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 10 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-10 07:54:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-10 22:12:04

ટીએમસીમાં બળવા વચ્ચે મહુઆ મોઇત્રાએ કહ્યું,  હું સુવેન્દુ અધિકારીનું સન્માન કરું છું

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ મમતા બેનર્જીની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ધારાસભ્યોના બળવો બાદ હવે સાંસદોએ પણ અલગ જૂથ બનાવ્યું છે. આ દરમિયાન હવે મમતા બેનર્જીની નજીકના ગણાતા સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું છે કે હું  સીએમ સુવેન્દુ અધિકારીનું સન્માન કરું છું. તેમની સાથે મારે  ખૂબ જ સારો વ્યક્તિગત સંબંધ છું. જોકે, તેમણે પાર્ટી છોડી ત્યારથી મારો તેમની સાથે કોઈ સંપર્ક નથી.

2026-06-10 21:28:39

રામમંદિરમાં દાન પ્રકરણ મુદ્દે સંઘે અહેવાલ માંગ્યો, સમીક્ષા બાદ બદલાવની શક્યતા

અયોધ્યામાં રામમંદિરમાં દાન  પ્રકરણ મુદ્દે વિવાદ વધી રહ્યો છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર,  આરએસએસે પણ સમગ્ર ઘટના ક્રમનો અહેવાલ માંગ્યો છે. તેમજ  આ અહેવાલના આધારે મંદિરના સંચાલન અને વહીવટ સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે.

2026-06-10 20:21:58

પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસે  નિષ્ફળતાનું કલંક હિંદુઓ પર લગાવ્યું

પીએમ નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પ્રસંગે  પીએમ મોદી ભારત મંડપમથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે 12 વર્ષમાં દેશ કોંગ્રેસના કૂચક્રથી આઝાદ થયો છે. કોંગ્રેસે દેશને લાચાર બનાવી દીધો હતો. તેમજ કોંગ્રેસે પોતાની નિષ્ફળતાનું કલંક હિંદુઓ પર લગાવ્યું હતું.

2026-06-10 18:56:27

ભારત મંડપમમાં પીએમ મોદીએ એનડીએ બેઠકમાં  નેતાઓ સાથે ખાધી ઝાલમુરી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 4399 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરીને રેકોર્ડ બનાવ્યો છે. આ પ્રસંગે ભારત મંડપમમાં એનડીએની બેઠક યોજાઇ હતી. જેમાં પીએમ મોદીએ સાથી પક્ષોના સભ્યો સાથે ઝાલમુરી ખાધી હતી.

2026-06-10 18:43:48

સ્પિનર માનવ સુથારનો વૉરવિકશર કાઉન્ટી ટીમ સાથે કરાર

અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં કુલ સાત વિકેટ લઈને રેકૉર્ડ-બુકમાં આવી ગયેલા નવોદિત યુવાન લેફ્ટ-આર્મ ફિંગર સ્પિનિંગ ઑલરાઉન્ડર માનવ સુથારે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં રમવા વૉરવિકશર કાઉન્ટી ક્લબ સાથે ટૂંકા ગાળાનો કરાર કર્યો છે. તે કાઉન્ટી ચૅમ્પિયનશિપના બે રાઉન્ડ રમશે. ક્લબની યાદીમાં જણાવાયું છે કે માનવ 12મી જૂને રૉથસે કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં યૉર્કશર કાઉન્ટી સામેની ચાર-દિવસીય મૅચમાં અને ત્યાર બાદ સમરસેટ સામેની મૅચમાં રમશે.

AP

2026-06-10 17:49:32

ટીએમસીમાંથી  બળવો કરનારા સાંસદોમાં શત્રુઘ્ન સિંહા અને યુસુફ પઠાણના પણ નામ

પશ્ચિમ  બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં તેમની પાર્ટી ટીએમસીમાં આંતરિક બળવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ટીએમસી છોડનારા 19 સાંસદોની એક યાદી પ્રકાશમાં આવી છે. જેમાં શત્રુઘ્ન સિંહા અને યુસુફ પઠાણ જેવા અગ્રણી નામો પણ છે. આ સાંસદોએ અલગ સંસદીય જૂથ બનાવવા માટે ના સમર્થનમાં સહી કરી છે.

2026-06-10 17:18:51

પાકિસ્તાનમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કરવાના અહેવાલ વચ્ચે પાકિસ્તાનમાં આર્મીનું (એમઆઈ17) હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં સવાર તમામ લોકોના મૃત્યુ થયા છે. બચાવ કામગીરી હાથ ધરી છે, જ્યારે સેનાના જવાન મુસાફરી કરી રહ્યા હતા.

2026-06-10 16:36:27

સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

મુંબઈમાં મેયર ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા પછી સુરક્ષા એજન્સી એલર્ટ થઈ ગઈ છે. એટલું જ નહીં, સીએમઓ (મુખ્ય પ્રધાન કચેરી), મેયર ઓફિસ સહિત બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પણ ઉલ્લેખ કર્યો છે, ત્યાર પછી એજન્સીએ તપાસ હાથ ધરી.

2026-06-10 16:25:12

અનિલ અંબાણીને બોમ્બે હાઈકોર્ટે વચગાળાનું રક્ષણ આપ્યું

બોમ્બે હાઈકોર્ટે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને રૂપિયા 420 કરોડની કથિત કરચોરી કેસમાં કાળા નાણાં કાયદા હેઠળ દંડાત્મક કાર્યવાહીથી વચગાળાનું રક્ષણ આપ્યું છે. અંબાણીએ કાયદાની કેટલીક જોગવાઈઓની બંધારણીય માન્યતાને પડકારી છે.

2026-06-10 15:27:39

મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો, સોનિયા ગાંધીએ પક્ષને કોંગ્રેસમાં વિલીન કરવા ઓફર કરી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાંથી એક પછી એક નેતા રાજીનામાં આપી રહ્યા છે. જેના પગલે  ટીએમસીના અસ્તિત્વ પર પણ સંકટ ઉભું થયું છે. જેમાં 20 સાંસદોએ પાર્ટીમાંથી રાજીનામાં આપી દીધા છે. જ્યારે 80 માંથી 58 ધારાસભ્યોએ એક નવું જુથ બનાવી લીધું છે. તેવા સમયે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને તેમના પક્ષને કોંગ્રેસના વિલીન કરવાની ઓફર કરી છે.

2026-06-10 15:04:56

ભરૂચમાં ધોળાદિવસે ડબલ મર્ડરથી ચકચાર

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્હોરવાડ અને કોઠી વિસ્તારમાં એક ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અહીં અલગ-અલગ મકાનોમાં એક જ પરિવારના ત્રણ લોકો પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના પગલે બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે આ હુમલાનો ભોગ બનેલા અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવાર પર થયેલા આ ઘાતકી હુમલાનું કારણ હજુ સુધી અકબંધ છે, ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

2026-06-10 14:54:49

અમદાવાદ મેટ્રોના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2Aને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત 6.032 કિલોમીટર લાંબો નવો મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં આવશે અને તેમાં 5 નવા સ્ટેશનોનો સમાવેશ થશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થતાંની સાથે જ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું મેટ્રો રેલ નેટવર્ક વિસ્તરીને કુલ 77.63 કિલોમીટર પર પહોંચી જશે.

2026-06-10 14:54:34

ગુરુગ્રામમાં બાંગ્લાદેશીઓને શોધવા પોલીસનું મેગા ઓપરેશન

ગુરુગ્રામ પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ કરવા માટે એક મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ગુરુગ્રામ પોલીસની ટીમ ઝૂંપડપટ્ટીઓથી લઈને સોસાયટીઓ અને હોટલો સુધી પહોંચીને દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. જેને લઈ ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓમાં ફફડાટ ફેલાયો છે.

2026-06-10 12:06:15

બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળી

અમદાવાદ-ગાંધીનગરમાં બ્લાસ્ટની ધમકી ભર્યો ઈ મેઈલ મળ્યો છે. ગાંધીનગરમાં આવેલી મુખ્યમંત્રી ઓફિસમાં 1.11 વાગ્યે બ્લાસ્ટ થશે એવી ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો છે.અમદાવાદ કોર્પોરેશન ઓફિસમાં 3.11 વાગ્યે બ્લાસ્ટ થશે એવી ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો છે. RSSના કાર્યાલયે પણ બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે. ડોગ સ્ક્વોડ અને પોલીસ ટીમ તપાસ હેતું પહોંચી છે. આ વખતે અલગ અલગ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અત્યાર સુધી સ્કૂલમાં બ્લાસ્ટ થવાની ધમકી મળી છે. જુદા જુદા ઈમેઈલમાંથી આ વિગત સામે આવી છે. 10 જુનથી 30 સપ્ટેમ્બર સુધીમાં RSSના કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ડૉગ સ્ક્વોર્ડ અને બોંબ સ્ક્વોર્ટની ટીમ દ્વારા CMO અને  AMCની કચેરીમાં સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સાયબર સેલ દ્વારા ઈ મેઈલની તપાસ કરવામાં આવી રહી છે.

2026-06-10 09:39:44

ડેમોલિશનના મુદ્દે કમિશનર એક્શનમાં

સુરત મહાનગર પાલિકાના કમિશનરે તપાસ કમિટી બનાવીને ખોટા ડેમોલિશનના એક્શન પાછળ કાયદાકીય પગલાં લીધા છે.પાલિકના ડે. કમિશનરની અધ્યક્ષમાં કમિટી બનાવવામાં આવી છે, કમિશનરે તપાસ કમિટીમાં 6 સભ્યોની નિયુક્તિ કરી છે, તપાસના નામે કમિટી રચી મામલો થાળે પાડવાનો પ્રયાસ હોય એવું હાલ લાગી રહ્યું છે,કમિશનરને અધિકારીઓ ડિમોલિશનનો રિપોર્ટ આપતા ન હતા આ કારણે એક્શન લેવાયું હોવાનું માનવામાં આવે છે.

2026-06-10 09:38:40

અફઘાનિસ્તાનમાં ઘૂસી પાકિસ્તાને કરી એર સ્ટ્રાઇક, 13ના મોતથી ભારે આક્રોશ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં વ્યાપેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અફઘાન સરકારના પ્રવક્તા દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ ગઈકાલે રાત્રે અફઘાનિસ્તાનની અંદર ઘૂસીને અંધાધૂંધ બોમ્બમારો કર્યો હતો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક સામાન્ય નાગરિકો ભોગ બન્યા છે.  13 લોકોનાં મોત થયા છે.

2026-06-10 07:56:02

મોદી સરકારના 12 વર્ષ પૂરા થતા નવી દિલ્હીમાં NDAની બેઠક

મોદી સરકારના 12 વર્ષ પૂરા થતા નવી દિલ્હીમાં NDAની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં અનેક મોટા કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. NDAના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં જોડાશે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન જરૂરી મુદ્દાઓ પર સંબોધન કરીને નવો રોડમેપ જાહેર કરશે.

2026-06-10 07:55:41

અમેરિકાએ ઈરાન પર મિસાઈલો છોડતા ફરી વધ્યો તણાવ

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ જણાવ્યું છે કે અમેરિકાના હુમલાના જવાબમાં બહેરીનમાં હાજર અમેરિકી સેનાની પાંચમી ફ્લીટપર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. IRGCએ એમ પણ કહ્યું કે જો અમેરિકાના હુમલા ચાલુ રહેશે તો તેઓ પણ આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપશે. બીજી તરફ, અમેરિકાએ હુમલા રોકવાના સંકેત આપ્યા છે અને જણાવ્યું છે કે ઈરાન પર કરવામાં આવેલા હુમલા આત્મરક્ષામાં કરવામાં આવ્યા હતા અને હવે આ હુમલા પૂર્ણ થઈ ગયા છે.