દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
2 કલાકથી દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, સવારે 8 થી 10ના સમયગાળામાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. વલસાડના ધરમપુરમાં 0.47 ઇંચ, કપરાડામાં 0.31 ઇંચ, સુબીરમાં 0.20 ઇંચ, ઓલપાડમાં 0.16 ઇંચ, ચોર્યાસીમાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો છે.
પરાજય બાદ બ્રાઝિલના ફૂટબોલર નેમારની ઓચિંતી નિવૃત્તિ
ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપની પ્રી-કવૉર્ટર ફાઈનલમાં નોર્વે સામે બ્રાઝિલનો 1-2થી પરાજય થયો અને ત્યાર બાદ થોડી જ વારમાં બ્રાઝિલના સુપરસ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. એ સાથે, 34 વર્ષીય નેમારની 16 વર્ષની શાનદાર કારકિર્દીનો અંત આવી ગયો છે.

shyama-prasad-mookerjee-125th-birth-anniversary-pm-modi-tribute
રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગગરના આંકડા મુજબ, સવારે 6 થી 8ના સમયગાળામાં મેંદરડામાં 0.08 ઇંચ, કામરેજમાં 0.08 ઇંચ, વઘઈમાં 0.08 ઇંચ, ડાંગમાં 0.04 ઇંચ, ગણદેવીમાં 0.04 ઇંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં અમરેલીના રાજુલામાં સર્વાધિક 10.79 ઇંચ વરસાદ વરસ્યો છ. ધારીમાં 9.21 ઇંચ, ખાંભામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો છે.