દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને પીએમ મોદી 17 જુલાઇએ લોકાર્પિત કરશે
દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જુલાઇના રોજ હરિયાણાના જીંદથી લોકાર્પણ કરશે. આ ટ્રેનને સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. જે ભારતીય રેલ્વેની આત્મનિર્ભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પશ્ચિમ બંગાળના સાઉથ 24 પરગણામાં બાળકી પર રેપ અને હત્યા,તંગદિલી ફેલાઈ
પશ્ચિમ બંગાળના સાઉથ 24 પરગણાના બૈરોપુરના રિતનપુર ગામમાં 11 વર્ષની બાળકી પર સામુહિક બળાત્કાર અને હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેની બાદ સમગ્ર વિસ્તારના તંગદિલી ફેલાઈ છે. જેમાં પોલીસની ગાડીમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ ઘટી હતી.
સોમવારે મુંબઈમાં સ્કૂલ, કોલેજમાં રજા જાહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ હવામાન વિભાગે મુંબઈ મહાનગરમાં સોમવાર, છ જુલાઈના મુશળધાર વરસાદ (ઓરેન્જ અલર્ટ)ની સાથે જ સૂસવાટાભર્યા ભારે પવન ફૂંકવાની ચેતવણી આપી છે. આ પાર્શ્ર્વભૂમી પર વિદ્યાર્થીઓની સુરક્ષિતતાના ધ્યાનમાં રાખીનેે ખાનગી, મહાનગરપાલિકા સ્કૂલ અને કોલેજને છ જુલાઈ, સોમવાર માટે રજા જાહેર કરવામાં આવી છે. ફકત ખાનગી અને સરકારી ઓફિસો ચાલુ રહેશે. આવશ્યકતા હોય તો જ નાગરિકોએ ઘરની બહાર નીકળવું એવી અપીલ પણ પાલિકા દ્વારા કરવામાં આવી છે.
પીઓકેના જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ લોકજુવાળ, રસ્તા પર ઉતર્યા લોકો
પીઓકેના જમ્મુ કાશ્મીરના વિવિધ શહેરોમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. જેમાં રવિવારે 27 માં દિવસે લોકો રોડ પર ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેમજ સરકારના જુલમ અને અત્યાચારથી મુક્તિની માંગ કરી રહ્યા છે.
અલી ખામેનીની શોક સભામાં મોજતબા ખામેનીની ગેરહાજરી સસ્પેન્સ વધાર્યું
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની તહેરાનમાં યોજાયેલી શોક સભામાં તેમના પુત્રો સહિત અનેક નેતાઓ જાહેરમાં જોવા મળ્યા હતા. જોકે, તેમના ઉત્તરાધિકારી અને પુત્ર મોજતબા ખામેનીની ગેરહાજરીએ સસ્પેન્સ વધારી દીધું છે.
બુલેટ ટ્રેનઃ મુંબઈમાં ટનલનું કામકાજ શરૂ
મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડનારી હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (ગુજરાત)નું 80 ટકા કામકાજ પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન મુંબઈમાં સૌથી પડકારજનક ગણાતા ટનલ નિર્માણના કાર્યના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. વિક્રોલી ખાતે ભારતના સૌથી મોટા ટનલ બોરિંગ મશીન (TBM) નો ઉપયોગ કરીને ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં ભારે વરસાદઃ 15 ફ્લાઈટ્સ રદ્દ
દેશભરમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિત પાટનગર દિલ્હીને સમાવી લીધું છે. દિલ્હીમાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહારને અસર થવાની સાથે હવે એની અસર હવાઈ ટ્રાફિક પર પડી છે. ભારે વરસાદને કારણે પંદર ફ્લાઈટ રદ કરવાની સાથે અનેક ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી.
રામમંદિર ટ્રસ્ટને આરટીઆઈના દાયરા હેઠળ લાવવાની માંગ
રામ મંદિરમાં દાન ચોરી કેસની એસઆઈટી દ્વારા સતત તપાસ ચાલી રહી છે. આ દરમિયાન આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. જેમાં હવે સીપીઆઈએમ સાંસદ જોન બ્રિટાસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને રામમંદિર ટ્રસ્ટને આરટીઆઈના દાયરા હેઠળ લાવવાની માંગ કરી છે.
પંજાબમાં કોંગ્રેસમાં આંતરિક વિવાદ, પ્રિયંકા ગાંધીએ ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું
પંજાબમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ છે. તેમજ તેના બદલે પાર્ટીમાં વિભાજનની આશંકા છે. જોકે, આ દરમિયાન કોંગ્રેસે વિવાદ શાંત કરવા બે વરિષ્ઠ નેતાઓને પંજાબ મોકલ્યા છે. ત્યારે હવે આ ડેમેજ કંટ્રોલની કમાન પ્રિયંકા ગાંધીએ હાથમાં લીધી છે.
તેલંગાણાના નાલગોંડામાં કાર અને બસ વચ્ચે અકસ્માત, ચાર લોકોના મોત
તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં એક ગંભીર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જેમાં કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત હૈદરાબાદ-વિજયવાડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્જાયો હતો.
દિગ્ગજ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાનું નિધન
દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું નિધન થયું છે. મોહનસિંહ રાઠવા છોટા ઉદેપુરના દિગ્ગજ આદિવાસી નેતા હતા. મળતી જાણકારી પ્રમાણે લાંબી બિમારી બાદ આજે તેમનું નિધન થયું છે. મોહનસિંહ રાઠવાએ એક બે વખત નહીં પરંતુ 10 વખત ધારાસભ્યની ચૂંટણી જીતીને એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. અત્યારે તેમના નિધનથી પરિવાર અને આદિવાસી સમાજમાં ભારે શોક છવાયો છે.
પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા તીજન બાઈનું નિધન
નવી દિલ્હીઃ ભારતીય લોક કલાની દુનિયામાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. દેશના પ્રખ્યાત પાંડવાણી ગાયિકા અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા તીજન બાઈનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. રાયપુર સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના પીઆરઓએ તેમના નિધનની પુષ્ટિ કરી છે.