દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
બુમરાહની ત્રણ બૉલમાં બે વિકેટ, તિલકે કૅચ છોડ્યો
કોલકાતામાં ભારત સામેની સુપર એઇટ મૅચમાં વેસ્ટ ઇન્ડિઝે ત્રણ બૉલમાં બે વિકેટ ગુમાવી. તેણે હેટમાયર (27 રન) અને રોસ્ટન ચેઝ (40 રન)ને એક જ ઓવરમાં આઉટ કર્યા હતા. જોકે પછીથી અક્ષરનો બોલમાં તિલકે રૂધરફર્ડનો કેચ છોડ્યો હતો અને રૂધરફર્ડને છગ્ગો મળ્યો હતો. 13.3 ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 3/115 હતો.
વેસ્ટ ઇન્ડિઝે છેક 68મા રને વિકેટ ગુમાવી, અભિષેક શર્માએ કૅચ છોડ્યો

કોલકાતામાં ભારત સામેની ક્વૉર્ટર ફાઇનલ સમાન સુપર-એઇટ મૅચમાં વેસ્ટ ઇન્ડિઝે સારી શરૂઆત કર્યા બાદ છેક નવમી ઓવરમાં 68 રનના ટોટલ પર વિકેટ ગુમાવી. કૅપ્ટન શાઈ હોપ (32 રન, 33 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ને વરુણ ચક્રવર્તીએ ક્લીન બોલ્ડ કર્યો હતો. એની થોડી વાર પહેલાં પાંચમી ઓવરમાં બુમરાહના બૉલમાં અભિષેક શર્માએ રૉસ્ટન ચેઝનો આસાન કૅચ છોડ્યો હતો. ત્યારે ચેઝ 14 રન પર હતો અને 10મી ઓવરને અંતે કૅરિબિયનોનો સ્કોર 1/82 હતો ત્યારે તે 38 રન પર રમી રહ્યો હતો.
જયસૂર્યા હેડ-કોચનો હોદ્દો છોડી દેશે
ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલની રેસમાંથી સહ-યજમાન શ્રીલંકાની ટીમ બહાર થઈ જતાં ટીમના હેડ-કોચ સનથ જયસૂર્યાએ હોદ્દા પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બૅટિંગ-લેજન્ડ જયસૂર્યાએ કહ્યું છે કે `મેં આ વર્લ્ડ કપ બાદ હોદ્દો છોડી દેવાનું નક્કી જ કર્યું હતું. મેં બે મહિના પહેલાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ વખતે જ જણાવ્યું હતું કે હેડ-કોચ તરીકે વિશ્વ કપ મારી છેલ્લી ઇવેન્ટ હશે.'
ઈરાનના હુમલાને કારણે 150 તેલ ટેન્કર અટક્યાં
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે હવે એની અસર સીધી તમારા પાકિટ પર પડી શકે છે. ઈરાનના આક્રમક વલણને કારણે હોર્મુજની ખાડીમાં લગભગ 150 તેલ અને ગેસનો પુરવઠો અટકી ગયો છે. ડરના માર્યા ખાડીમાં લગભગ 150 તેલના ટેન્કર ઊભા રાખવામાં આવ્યા છે, તેમાયં હાલાત બગડ્યા તો ભારતમાં ઈંધણ મોંઘું થઈ શકે.
મિડલ ઈસ્ટમાં સંકટઃ આજે રાતના CCSની બેઠક
ઈરાન-ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. આ યુદ્ધની અસર ઈરાનમાં રહેલા ભારતીયો પર પણ પડી છે. હજારો ભારતીયો ઈરાન સિવાય દુબઈ, યુએઈ, બહેરિન, કતારમાં પણ ફસાયા છે ત્યારે તેમને સુરક્ષિત લાવવાની પણ અપીલ કરવામાં આવી છે ત્યારે આજે સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી)ની મહત્ત્વની બેઠક યોજવામાં આવશે. પીએમ મોદી દિલ્હી પરત ફર્યા પછી સીસીએસની મીટિંગ યોજવામાં આવશે.
ઓપેકે ક્રૂડના ઉત્પાદન વધારવાનો લીધો નિર્ણય
અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર બોમ્બમારા અને જવાબી કાર્યવાહીને કારણે પશ્ચિમ એશિયામાં ગંભીર સંકટનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરનારા ગ્રૂપ ઓપેકએ ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે. ઓપેક દેશના જૂથએ કહ્યું છે કે હાલમાં રોજ 2,06,000 બેરલદીઠ ઉત્પાદન વધારવાની સહમતી સાધવામાં આવી છે, જે એપ્રિલથી લાગુ પાડવામાં આવી છે.
ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી
ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કોલકાતામાં વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. સૂર્યાએ ટૉસ જીત્યા બાદ કહ્યું, `લક્ષ્યાંક ચેઝ કરવા માટે આ પિચ સારી છે. સમય જશે એમ પિચ બૅટિંગ માટે વધુ સારી થશે.' ભારતીય ટીમઃ સૂર્યકુમાર (કૅપ્ટન), અભિષેક, સૅમસન, ઇશાન, તિલક, હાર્દિક, દુબે, અક્ષર, અર્શદીપ, વરુણ અને બુમરાહ. વેસ્ટ ઇન્ડિઝની ટીમઃ શાઇ હોપ (કૅપ્ટન), રૉસ્ટન ચેઝ, હેટમાયર, પોવેલ, રુધરફર્ડ, હોલ્ડર, શેફર્ડ, ફોર્ડે, ગુડાકેશ મૉટી, અકીલ હોસૈન અને શમાર.
સાઉથ આફ્રિકા બોલિંગમાં પણ રઝા સામે નમી રહ્યું છે, બે વિકેટ લીધી
સાઉથ આફ્રિકાએ 154 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં ફક્ત 14 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે અને આ બન્ને વિકેટ ઝિમ્બાબ્વેના કૅપ્ટન તથા સ્પિનર સિકંદર રઝાએ લીધી છે. રઝાએ ઇનિંગ્સના ત્રીજા જ બૉલમાં ક્વિન્ટન ડિકૉકને વિકેટકીપર ટૅડિવાનાશે મારુમનીના હાથમાં કૅચઆઉટ કરાવ્યો અને પછી દાવની ત્રીજી ઓવરમાં હરીફ સુકાની એઇડન માર્કરમ (ચાર રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. સાઉથ આફ્રિકાનો 3.2 ઓવરમાં સ્કોર 2/18 હતો. ઝિમ્બાબ્વેના 7/153ના સ્કોરમાં રઝાના 73 રન હાઇએસ્ટ હતા.
ઝિમ્બાબ્વેએ સાઉથ આફ્રિકાને માત્ર 154 રનનો લક્ષ્યાંક આપ્યો
દિલ્હીમાં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટના ગ્રૂપ-1ની અર્થ વિનાની મૅચમાં ઝિમ્બાબ્વેએ સાઉથ આફ્રિકાએ ફક્ત 154 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સિકંદર રઝાના સુકાનમાં ઝિમ્બાબ્વેએ બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં સાત વિકેટે 153 રન કર્યા હતા જેમાં ખુદ રઝાના 73 રન હાઇએસ્ટ હતા. તે વન-મૅન શૉ જેવા પર્ફોર્મન્સમાં 61 મિનિટ સુધી ક્રીઝ પર ટકી રહ્યો હતો અને 43 બૉલમાં તેણે ચાર છગ્ગા તથા આઠ ચોગ્ગાની મદદથી 73 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાના છમાંથી પાંચ બોલરને વિકેટ મળી હતી જેમાં ક્વેના મફાકા અને કૉર્બિન બૉશ્ચે બે-બે વિકેટ લીધી હતી. આ મૅચનો કોઈ અર્થ નથી, કારણકે સાઉથ આફ્રિકા સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે અને ઝિમ્બાબ્વે સેમિની રેસની બહાર થઈ ગયું છે.

અયાતુલ્લા અરાફી ઈરાનના વચગાળાના સુપ્રીમો બન્યા
અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલામાં અલી ખામેનીના મોત પછી વરિષ્ઠ ધર્મગુરુ અયાતુલ્લાહ અલીરેજા અરાફીને ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર તરીકેની જાહેરાત કરી છે. અરાફી ખામેનીની નજીકના માનવામાં આવે છે, જ્યારે લાંબા સમયગાળાથી ઈરાનના ધાર્મિક અને રાજકીય વ્યવસ્થામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

અયાતુલ્લા અરાફી ઈરાનના વચગાળાના સુપ્રીમો બન્યા
અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલામાં અલી ખામેનીના મોત પછી વરિષ્ઠ ધર્મગુરુ અયાતુલ્લાહ અલીરેજા અરાફીને ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર તરીકેની જાહેરાત કરી છે. અરાફી ખામેનીની નજીકના માનવામાં આવે છે, જ્યારે લાંબા સમયગાળાથી ઈરાનના ધાર્મિક અને રાજકીય વ્યવસ્થામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
ખામેનીના મોત પછી ઈરાનના રાષ્ટ્રપતિની મોટી જાહેરાત
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીના મોત પછી મોટું નિવેદન આપ્યું છે. ખામેનીની હત્યા અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં થયું છે. આ હુમલો મુસ્લિમો સામેનું ઓપન યુદ્ધ ગણાવ્યું છે ખાસ કરીને શિયા સમુદાય માટે.
હોર્મુજની ખાડીમાં ઓઈલ ટેન્કર પર હુમલો, ક્રૂમાં ભારતીયનો સમાવેશ
ઈરાન-ઈઝરાયલ/અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર ખાડી દેશો પર પડી છે. વધતા તણાવ વચ્ચે ઓમાને કહ્યું છે કે સ્ટ્રેટેજિક હોર્મુજ સ્ટ્રેટમાં એક ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો છે, જેમાં ભારતીય ક્રૂ સહિત અન્ય નાવિક લોકોનો સમાવેશ થાય છે. આ હુમલાથી અમુક લોકોને ઈજા પહોંચી છે, પરંતુ તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો દાવો કર્યો છે.
નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી કંપનીમાં વિસ્ફોટ, 15ના મોત
નાગપુરઃ નાગપુરના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ ડેટોનેટર અને ખાણકામ વિસ્ફોટકો બનાવતી કંપનીમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ વિસ્ફોટ વિસ્ફોટક બનાવતીમાં થયો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જેમાં ઘણા લોકોની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
LoC પર દેખાયું ડ્રોન, સેનાએ કર્યું ફાયરિંગ
પુંછ: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પાસે પાકિસ્તાન દ્વારા ફરી એકવાર ડ્રોન વડે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રવિવારે વહેલી સવારે આશરે 6:10 વાગ્યે ડિગવાર વિસ્તારમાં તૈનાત ભારતીય સેનાના જવાનોએ શંકાસ્પદ ડ્રોન હિલચાલ જોઈ હતી. સતર્ક જવાનોએ તત્કાલ જવાબી કાર્યવાહી કરતા ડ્રોન પર એક ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાલ આ સમગ્ર વિસ્તારમાં સેના દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મધ્યપૂર્વમાં તણાવ ઘટાડવા ભારતે અપીલ કરી
નવી દિલ્હીઃ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલા પછી ઇરાન સામે તણાવ વધ્યો છે, જેના કારણે પશ્ચિમ એશિયામાં તંત્ર પરિસ્થિતિ તીવ્ર બની છે. આ સંકટ વચ્ચે ભારતે બધા પક્ષોને સંયમ રાખવા અને વાતાચીત દ્વારા સમસ્યા હલ નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ઇરાન અને ઇઝરાયલના વિદેશ પ્રધાનો સાથે ફોન પર વાત કરી શાંતિ રાખવા અપીલ કરી.
જમ્મુ અને કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના જોરદાર ઝટકાના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરના બહાર દોડી આવ્યાં હતાં. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.2ની નોંધાઈ છે. જો કે, ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યાન નથી.
ખામેનેઈના મોત બાદ ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા મૌતબા ખામેનેઈ
ઈરાનના કાર્યાલય પર થયેલા ભીષણ હવાઈ હુમલામાં અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થયું છે. સરકારી મીડિયાના અહેવાલ મુજબ, આ હુમલામાં ખાસ કરીને સરકારી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ આકસ્મિક ઘટના બાદ ઈરાને વિલંબ કર્યા વગર નવા સર્વોચ્ચ નેતાની જાહેરાત કરી દીધી છે. ખામેનેઈના પુત્ર મૌતબા ખામેનેઈને દેશના નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. દાયકાઓ સુધી ઈરાન પર શાસન કરનાર અલી ખામેનેઈના યુગનો આ સાથે જ અંત આવ્યો છે.
એર ઇન્ડિયાએ આજની અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ્દ
નવી દિલ્હીઃ મધ્ય પૂર્વ યુદ્ધના માહોલ વચ્ચે સુરક્ષાના ભાગરૂપે એર ઇન્ડિયાએ 1 માર્ચ, 2026 સુધી અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ્દ કરી દીધી છે. લંડન, ન્યુ યોર્ક, શિકાગો અને પેરિસની મુસાફરી કરતા મુસાફરોને ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ફ્લાઇટ્સમાં લંડન, શિકાગો, ટોરોન્ટો, ન્યુ યોર્ક અને પેરિસ સહિત કેટલાક મુખ્ય સ્થળોની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું મોત
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાની મીડિયાએ ખામેનીના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઈરાને 40 દિવસનો જાહેર શોક જાહેર કર્યો હોવાના અહેવાલ મળ્યાં છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના મોતનો ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો, પરંતુ હવે ઈરાની મીડિયાએ પણ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.