(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરમાં પંતનગર સ્થિત સંત જ્ઞાનેશ્વર માર્ગ પર ફૂટપાથ ઉપર અવરોધ ઊભો કરનારી ચાર અનધિકૃત દુકાનો અને ૩ પુસ્તકાલયો સામે કાર્યવાહી કરીને તેને દૂર કરવામ ાં આવ્યા હતા.

પાલિકાના એડિશનલ કમિશનર (પૂર્વ ઉપનગર) ડો. અવિનાશ ઢાકણેની સૂચના મુજબ, ડેપ્યુટી કમિશનર (ઝોન-૬) શ્રી સંતોષ કુમાર ધોંડેના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા મુજબ ઘાટકોપર પૂર્વના પંત નગર સ્થિત સંત જ્ઞાનેશ્વર રોડ પર રસ્તા અને ફૂટપાથ પર આ અનધિકૃત દુકાનો અને પુસ્તકાલયો રાહદારીઓની અવરજવરમાં અવરોધ ઊભો કરી રહ્યા હતા.

તે મુજબ મંગળવારે ચાર અનધિકૃત દુકાનો અને ત્રણ પુસ્તકાલયો દૂર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા શેડ અને બાંધકામો પણ તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને કારણે આ વિસ્તારની ફૂટપાથ અતિક્રમણ મુક્ત થઈ ગઈ છે અને રાહદારીઓ માટે અવરજવર સરળ બની ગઈ છે.

‘એન’ વોર્ડ હેઠળના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયે ઘાટકોપર પોલીસ સ્ટેશન દ્વારા પૂરતી સુરક્ષા ગોઠવવામાં આવી હતી.
