Mon Sep 14 2026

Logo

અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપે સત્તા ટકાવી રાખી, ભાજપે 158 અને કોંગ્રેસ 18 બેઠક જીતી

2026-04-28 17:26:37
Author: Chandrakant Kanoja
અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપે સત્તા ટકાવી રાખી, ભાજપે 158 અને કોંગ્રેસ 18 બેઠક જીતી

અમદાવાદ: અમદાવાદ કોપોરેશનના 26 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યા છે. જેમાં 192 બેઠકમાંથી ભાજપે 158 બેઠક પર જીત મેળવીને કોર્પોરેશન સત્તા ટકાવી રાખી છે. જયારે કોંગ્રેસે 18 બેઠક પર જીત મેળવી છે. કુલ 192 બેઠકમાંથી 16 બેઠકનું પરિણામ હજુ બાકી છે. આ પરિણામમાં ભાજપ માટે  મહત્વની એવી ખાડિયા બેઠક પર પ્રથમ વાર કોંગ્રેસની પેનલ વિજયી બની છે અને ભાજપની હાર થઇ છે. 

ખાડિયામાં ભાજપની હારના કારણ 

ખાડિયા વોર્ડમાં છેલ્લા ઘણાં સમયથી વધી રહેલા કોમર્શિયલ બાંધકામો સામે સ્થાનિકોમાં રોષ હતો. આ મુદ્દે ‘ખાડિયા બચાવ આંદોલન’ ચલાવતા આગેવાનો પૈકી એક અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરતા ભાજપની મુશ્કેલી વધી હતી. ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના દિગ્ગજ નેતાઓને આ અપક્ષ ઉમેદવારને મનાવવા માટે મોકલ્યા હતા, પરંતુ સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા

48 વોર્ડમાં 192 બેઠકો માટે મત ગણતરી

અમદાવાદ કોર્પોરેશનના 48  વોર્ડમાં 192  બેઠકો માટે મત ગણતરી ચાલી રહી છે. આમાંથી બે બેઠકો વાસણા અને થલતેજ - ભાજપે બિનહરીફ જીતી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં, ભાજપે 190  ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસ 185  અને AAPના 151  ઉમેદવારોને ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન 877 ઉમેદવારોના નામ રદ થયા હતા. જ્યારે 22 ઉમેદવારોએ ફોર્મ પરત લીધા હતા.