Fri Oct 16 2026

Logo

શિવપુરીના ધારાસભ્ય સાથે યુવકની ઉગ્ર બોલાચાલી, કહ્યું-'તમે ગધેડા છો, હું ગ્રેજ્યુએટ છું', VIDEO વાયરલ

2026-10-16 09:31:00
Author: Mumbai Samachar Team
શિવપુરીના ધારાસભ્ય સાથે યુવકની ઉગ્ર બોલાચાલી, કહ્યું-'તમે ગધેડા છો, હું ગ્રેજ્યુએટ છું', VIDEO વાયરલ

મધ્ય પ્રદેશના શિવપુરીમાં 27 ટકા ઓબીસી અનામતની માંગને લઇને બુધવારે પ્રદર્શન કર્યું. ઓબીસી મહાસભાના લોકો કલેક્ટોરેટ પર નિવેદન આપવા પહોંચ્યા હતા. દરમ્યાન શિવપુરીના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર જૈન અને અને એક યુવક વચ્ચે બોલાચાલી થઇ ગઇ. યુવકે ધારાસભ્યને કહ્યું તે તમે ગધેડા છો, હું ગ્રેજ્યુએટ છું. યુવકની વાત સાંભળી ત્યાં હાજર લોકોએ ખુબ ઉત્સાહ પૂર્વક તાલીઓ વગાડી. ત્યારબાદ ધારાસભ્ય ત્યાંથી જતા રહ્યા.

આ આખી ઘટનાનો એક વીડિયો પણ હેડલાઇન્સ બની ગઇ છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને લઇ જોરદાર રિએક્શન આપી રહ્યા છે. 

27 ટકા અનામતની માંગ સાથે વિરોધ પ્રદર્શન

ઓબીસી (OBC) મહાસભાએ 27 ટકા અનામત લાગુ કરવાની માંગ સાથે આ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો શિવપુરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં પોહરીના ધારાસભ્ય કૈલાશ કુશવાહ પણ જોડાયા હતા. કલેક્ટર તેમનું આવેદનપત્ર સ્વીકારવા ન આવતાં પ્રદર્શનકારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.

પ્રદર્શન દરમિયાન લોકોએ જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર, ધારાસભ્ય, મુખ્યમંત્રી મોહન યાદવ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે તેઓ પણ દેશના નાગરિક છે અને તેમને પોતાની માંગણીઓ રજૂ કરવાનો પૂરો અધિકાર છે. તેમણે કલેક્ટર પોતે રૂબરૂ આવીને આવેદનપત્ર સ્વીકારે તેવી માંગણી કરી હતી.

ધારાસભ્યને યુવકે કહ્યું—તમે ગધેડા છો

પ્રદર્શનમાં સામેલ લોકોએ ઓબીસી (OBC) નેતાઓની ગેરહાજરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય પક્ષની લડાઈ નથી, પરંતુ પોતાના અધિકારોની લડાઈ છે. તેમણે સત્તાપક્ષના નેતાઓને આ મુદ્દે આગળ આવવાની માંગ કરી હતી.

પ્રદર્શન દરમિયાન શિવપુરીના ધારાસભ્ય દેવેન્દ્ર જૈન કલેક્ટર કચેરી પહોંચ્યા. તે સમયે એક યુવક તેમની પાસે આવ્યો. યુવકે ૨૭ ટકા ઓબીસી અનામતનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે આ કોર્ટનો આદેશ છે. આના પર ધારાસભ્યએ યુવકને પૂછ્યું કે શું તે ગધેડો છે? જવાબમાં યુવકે કહ્યું કે તે ગ્રેજ્યુએટ છે અને ધારાસભ્ય પોતે ગધેડા છે. યુવકની આ વાત પર ત્યાં હાજર લોકોએ તાળીઓ પાડી હતી. ત્યારબાદ ધારાસભ્ય ત્યાંથી રવાના થઈ ગયા હતા.