Fri Oct 16 2026

Logo

યમનમાં હુતી બળવાખોરોનો મોટો હુમલો, રાષ્ટ્રપતિ ભવન પરિસર પર અનેક મિસાઇલો ઝીંકી

Aden   2026-10-15 22:52:38
Author: Mumbai Samachar Team
યમનમાં હુતી બળવાખોરોનો મોટો હુમલો, રાષ્ટ્રપતિ ભવન પરિસર પર અનેક મિસાઇલો ઝીંકી

એડન: યમનની વચગાળાની રાજધાની એડન શહેરમાં, હુથીઓએ રાષ્ટ્રપતિ મહેલ સંકુલ પર હુમલો કર્યો છે અને આ દરમિયાન અનેક મિસાઇલો છોડી છે. આ માહિતી બે સરકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. યમનની રાજધાની એડન શહેરમાં, હુતીઓએ રાષ્ટ્રપતિ ભવન સંકુલ પર હુમલો કર્યો છે. અનેક મિસાઇલો છોડી છે. રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ભવનની આસપાસના વિસ્તારમાં જોરદાર વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ અવાજના પડઘા દૂર દૂર સુધી પડ્યા હતા.

યમન પર વધ્યુ પ્રેશર

ઈરાન સમર્થિત લડવૈયાઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓ તણાવમાં વધુ વધારો કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તેમનો ઉદ્દેશ્ય હાલમાં તેમના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં પોતાનો પ્રભાવ વિસ્તારવાનો છે. યમનના વડા પ્રધાન અને અન્ય મંત્રીઓ, જેઓ તે સમયે એડન સ્થિત આ સંકુલમાં હાજર હતા, તેઓ સુરક્ષિત છે.  કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ ભવનના બે સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. હાલમાં સ્થાનિકોને સુરક્ષિત સ્થાને ખસેડવા માટેની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી રહી છે.  આ પર્વતીય પ્રદેશમાં ઓછામાં ઓછા છ વિસ્ફોટો થયા છે. સાઉદી અરેબિયા સાથે ચાલી રહેલા સંઘર્ષને જોતાં, હુતીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલાની વૈશ્વિક ફલક પર નોંધ લેવાઈ રહી છે. આ વિસ્તાર યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારનો આધાર છે, જેને સાઉદી અરેબિયાનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત છે.

હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે.

બળવાખોરોએ તેમના હુમલાઓમાં વધારો કર્યો છે. જે એક નોંધપાત્ર બદલાવ છે, સંયુક્ત રાષ્ટ્ર (UN)ની મધ્યસ્થીથી થયેલા કરાર બાદ આવા હુમલા નહિવત હતા અથવા લગભગ થતા જ નહોતા. આ જૂથે સાઉદી અરેબિયાના વિસ્તારોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે અને રાતા સમુદ્રમાં નાકાબંધી લાદી દીધી છે. દરમિયાન, અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો વ્યાપક સંઘર્ષ પણ આગળ વધી રહ્યો છે. અમેરિકાનો ઉદ્દેશ્ય ઈરાનની યુરેનિયમ સંવર્ધન પ્રક્રિયાને અટકાવવાનો છે, જે પરમાણુ હથિયારોના વિકાસ માટે અનિવાર્ય છે.