Thu Oct 15 2026

Logo

કરિશ્મા કપૂરના કપડાં જોઈને સલમાન ખાને શૂટિંગ કરવાની પાડી દીધી ના! શું હતો આખો કિસ્સો?

2026-10-15 21:57:20
Author: Mumbai Samachar Team
કરિશ્મા કપૂરના કપડાં જોઈને સલમાન ખાને શૂટિંગ કરવાની પાડી દીધી ના! શું હતો આખો કિસ્સો?

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કોઈ એક્ટરની ચર્ચા થાય છે એ સમયે સલમાન ખાનની ચર્ચા અચૂક થાય છે. ખાસ કરીને તેણે કરેલી ફિલ્મો અને કેટલીક ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે આવીને એ ફિલ્મને સુપરહિટ કરાવ્યાના કિસ્સા અંગે. સલમાન ખાને ઘણા એવા પ્રોડ્યુસર, ડાયરેક્ટરની મદદ કરી છે જે એક સમયે ફડચામાં ડૂબેલા હતા અને આર્થિક રીતે તૂટી ચૂક્યા હતા. ફિલ્મોના માધ્યમથી અને સલમાન ખાનની દમદાર સ્ક્રિન પ્રેઝન્સથી સલમાનનું કેરયિર મોટું થતું ગયું અને સ્ક્રિન પાછળની આખી ટીમ આર્થિક રીતે પગભર થવામાં સફળ થઈ ગઈ. એક સમયે સલમાન અને કરિશ્મા કપૂરની જોડી ફેન્સને ખૂબ પસંદ પડી હતી. 

સેટ પર ઝઘડી પડ્યા કલાકાર

હવે વર્ષો પછી કરિશ્મા અને સલમાન ખાન ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં નહીં, પણ કરણ જોહરના શૉમાં સલમાન અને કરિશ્માએ અનેક એવા રાઝ ખોલ્યા હતા.એકસાથે કામ કર્યા હોવાના કેટલાય કિસ્સાઓ શૅર કર્યા હતા. બન્ને કલાકારોએ એ વાતનો ખુલાસો કર્યો કે, બન્ને માટે યાદગાર ફિલ્મ 'દુલ્હન હમ લે જાયેંગે' રહી છે. આ ફિલ્મના શુટિંગ દરમિયાન બન્ને વચ્ચે એક આઉટફિટને લઈને તણખા ઝરી ગયા હતા. કરિશ્માએ કહ્યું હતું, એ ફિલ્મના શુટિંગ સેટ પર અમારી વચ્ચે ઘણા ઝઘડાઓ થયા હતા. બહુ બધા વિષયોને લઈને દલીલ થઈ હતી. પણ એક આઉટફિટ ખૂબ જ ખાસ રહ્યો, એ સમયે હું મારા લૂક્સ અને ફેશનને લઈ ખૂબ જ એક્ઝાઈટેડ હતી. એ લૂક સ્ક્રિન પર શાનદાર લાગી રહ્યો હતો. પણ જ્યારે સલમાને મને પૂછ્યું કે, આ શું પહેર્યું છે? મેં કહ્યું કે, શું થયું? મેં આ આઉટફિટ માટે ખૂબ જ મહેનત કરી છે. 

ડાયરેક્ટરને ફરિયાદ કરી

તારે કહેવાનો અર્થ શું છે? આ પછી સલમાન ખાનની નકલ કરતા કરિશ્માએ કહ્યું કે, તુમ્હારે ઈસ લૂક કે સાથે મેં યે શોટ કભી નહીં દુંગા. કરિશ્માએ ત્યાં સુધી કહ્યું કે, સલમાન એ સમયે એટલો ગુસ્સામાં હતો કે, મારે ડાયરેક્ટર ડેવિડ ધવનને એની ફરિયાદ કરવી પડી હતી. કરિશ્માએ કહ્યું કે, હું ડાયરેક્ટર પાસે ગઈ અને પછી મેં કહ્યું કે, સલમાન માને આ આઉટફિટમાં શોટ આપવાની ના પાડે છે. આ આઉટફિટ પહેરવા દેતો નથી.પ્લીઝ તમે એની સાથે વાત કરો. કરણે ડ્રેસ અંગે સવાલ કર્યો ત્યારે કરિશ્માએ આ ડ્રેસ પાછળની હકિકત કહી. કરિશ્માએ કહ્યું કે, આ આઉટફિટ ખૂબ જ બોડીફિટ હતું અને કલર ટોટલી ટ્રાંસપેરન્ટ હતો. સલમાને વચ્ચેની વાત આગળ કરતા કહ્યું કે, મને કરિશ્માના ટૂંકા ડ્રેસની સામે વાંધો ન હતો પણ ડાંસ કરતી વખતે એ ડ્રેસ ઉપર ખસી જતો હતો. લેગ્સ તરફ ઈશારો કરતા કહ્યું કે, ડ્રેસ નીચેથી ખસતો હતો. 

સલમાન અંગે કહી મોટી વાત

દરેક ટેક્સ વખતે મારે કરિશ્માને ઈશારો કરવો પડતો હતો. આ વાતનું ધ્યાન એ ટીમ પણ રાખતી હતી. કરિશ્માએ એ વાત સ્વીકારી કે, એક્ટ્રેસની સ્ક્રિન પ્રેઝન્સને લઈ સલમાન એ સમયે પણ ખૂબ જ પ્રોટેક્ટિવ હતો અને આજે પણ છે. પછી આઉટફિટ બદલ્યો અને ગીત ફરીથી શુટ કર્યું. કરન જોહરનો શૉ ફરીવાર ધૂમ મચાવી રહ્યો છે. આ નવા શૉની શરૂઆત જ સલમાન ખાન અને કરિશ્માથી થઈ છે. જેમાં બન્નેએ અનેક એવા કિસ્સાઓ પર દિલ ખોલીને વાત કરી હતી.