વૉશિંગ્ટનઃ ભારતની જીડીપી ગણતરીની સુધારિત પદ્ધતિને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ આવકારતા જણાવ્યું હતું કે આ પદ્ધતિ શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત છે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે આપલી સલાહ અનુસારની જ છે.
જીડીપીની ગણતરી માટેનાં પાયાકીય સુધારાને આવકારદાયક વિકાસ ગણાવતા આઈએમએફનાં એશિયા અને પેસિફિક વિભાગનાં ડિરેક્ટર કૃષ્ણ શ્રીનિવાસને બૅંગકૉકમાં પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું કે સુધારિત જીડીપીની ગણતરી માટેની સુધારિત પદ્ધતિ ગણતરીના વિભાગ (સ્ટેટેસ્ટિક્સ વિભાગ) દ્વારા આપવામાં આવેલી સલાહ સાથે સંપૂર્ણપણે તાલમેલ ધરાવે છે. તેમ જ ભારતે પદ્ધતિમાં સુધારઓને સમજાવવા માટે એક નોંધ પણ જારી કરી છે.
જીડીપીના આંકડાઓની દૃષ્ટિએ તેમણે જે કર્યું છે તે સારી પ્રથાઓ સાથે સુસંસગત છે. હું એમ કહીશ કે સુધારા માટે હંમેશાં અવકાશ રહે છે, તેમ છતાં મિનિસ્ટ્રી ઑફ સ્ટેટેસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન (એમઓએસપીઆઈ)એ એક સારું કાર્ય કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આઈએમએફનાં અધિકારીએ જણાવ્યું હતું કે ભારત મજબૂત મૂળભૂત પરિબળોની સાથે સાથે એનર્જીનાં આંચકાઓનો સામનો કર્યો છે અને તેને સારો પ્રતિસાદ પણ આપી રહ્યું છે. તેથી તેનાં વિનિમય દર પરનાં દબાણને આર્થિક નિષ્ફળતાના સંકેત તરીકે ન જોઈ શકાય. વિનિમય દર પર વૈશ્વિક વ્યાજદરો, રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા અને ક્રૂડ તેલના ભાવની અસર થતી હોય છે, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે વિનિમય દર પરનું દબાણ વાસ્તવિક વૃદ્ધિ સાથે જોડાણ તોડવાનો સંકેત નથી આપતું.
(આજે) ગુરુવારે જાહેર થયેલા આઈએમએફનાં રિજિનલ ઈકોનોમિક આઉટલૂક ફોર એશિયા ઍન્ડ પેસિફિક અહેવાલમાં ઊર્જાના આંચકાઓ પછી તેમના ચલણો પર દબાણનો સામનો કરનાર ભારતને ઊભરતા અર્થતંત્રોમાં સામેલ કરતા જણાવ્યું હતું કે છેલ્લાં થોડાક મહિનાથી આંશિકપણે દબાણ હળવું થયું છે અને ભારતનો વિદેશી વિનિમય બજારમાં પગ મુકનારા અર્થતંત્રોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
નોંધનીય બાબત એ છે કે ગયા મહિને સરકારે જૂન અંતના પૂરા થયેલા ત્રિમાસિકગાળાના 7.8 ટકા જીડીપી વૃદ્ધિના આંકડા જાહેર કરેલા અપેક્ષા કરતાં જીડીપીની વૃદ્ધિના અપેક્ષાથી સારા આંકડાનો ભૂતપૂર્વ નાણાં સચિવ એસ સી ગર્ગે વિરોધ કર્યો હતો. ગર્ગે આક્ષેપ કર્યો હતો કે પાછલા વર્ષનાં આંકડાઓને સંકૂચિત કરીને કૃત્રિમ રીતે ડેટા વધારવામાં આવ્યા છે. વધુમાં તેમના દાવાઓને વિરોધ પક્ષો દ્વારા ટેકો આપવામાં આવ્યો અને તેઓએ સરકારના ડેટાની પ્રમાણિકતા પર સવાલ ઉઠાવ્યા હતા.
જોકે ચીફ ઈકોનોમિક એડવાઈઝર વી અનંત નાગેશ્વરને ગર્ગનાં અભિગમને પસંદગીયુક્ત પસંદગી તરીકે ગણાવતા જણાવ્યું હતું કે તાજેતરનાં જીડીપીના આંકડા માર્ચ, 2023નાં પૂરા થયેલા નાણાકીય વર્ષને નવા આધાર તરીકે લઈને તૈયાર કરવામાં આવ્યા છે અને ગણતરીની પદ્ધતિમાં ફેરફાર થવાને કારણે ગયા વર્ષનાં ત્રિમાસિક ડેટામાં સુધારા કરવામાં આવ્યા છે.