Sun Sep 06 2026

Logo

ભાજપે 21 વર્ષીય યુવતીને ટિકિટ આપી, બગસરા નગરપાલિકા વોર્ડ નંબર 2 પરથી લડશે ચૂંટણી

2026-04-11 15:20:48
Author: Vimal Prajapati
ભાજપે 21 વર્ષીય યુવતીને ટિકિટ આપી, બગસરા નગરપાલિકા વોર્ડ નંબર 2 પરથી લડશે ચૂંટણી

અમરેલીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી તે પછી ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ મેદાને આવી ગઈ છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષો વ્યક્તિને જોઈને નહીં પરંતુ જાતિય સમીકરણો તપાસીને જે તે ઉમેદવારોને ટિકિટ આપી રહ્યાં છે. જે ખરેખર ચિંતાની વાત છે. આવી સ્થિતિમાં ભાજપે એક મોટી ગેમ રમી છે. અમરેલીની બગસરા પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 21 વર્ષિય વિદ્યાર્થિનીને ટિકિટ આપીને કોંગ્રેસને ચોંકાવી દીધી છે. ભાજપે અન્ય પણ ઘણાં એવા લાકોને ટિકિટ આપી છે જે અન્ય પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે. 

Bsc નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાય કરે છે નકુમ વિશ્વા

અમરેલીની વાત કરવામાં આવે તો, અહીં ભાજપે 21 વર્ષિય નકુમ વિશ્વાને ટિકિટ આપી છે. બગસરા નગરપાલિકા વોર્ડ નંબર 2માં નકુમ વિશ્વા ભાજપની ઉમેદવાર છે. ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવતા Bsc નર્સિંગના ચોથા વર્ષ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીમાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ નકુમ વિશ્વાએ વચન આપ્યું છે કે જો તે ચૂંટાઈને આવશે તે તો લોકસાના કાર્યો કરશે. 

મીડિયા સાથે વાત કરતા નકુમ વિશ્વાએ કહ્યું કે, મને ભાજપ તરફથી વોર્ડ નંબર 2 મળી છે. આ ટિકિટ મળી તેના કારણે નકુમ વિશ્વાએ પહેલા તો બધાનો આભાર પણ માન્યો હતો. વધુમાં કહ્યું કે, એક યુવા તરીકે હું સમાજને અને ખાસ કરીને મારા વોર્ડ નંબરના લોકો માટે કંઈક કરી શકું. જો હું ચૂંટાઈને આવીશ તો મારો વાયદો છે કે, હું ‘સેવા હી પરમો ધર્મ’થી બગસરા નગરપાલિકાના વોર઼્ નંબરના વિકાસ માટે કાર્ય કરીશ.