Mon Sep 07 2026

Logo

ઠગાઈના ગુનામાં ભાજપના પૂર્વ આગેવાન જીતેન ઠક્કરની ધરપકડનો માર્ગ મોકળો, કોર્ટે જામીન અરજી ફગાવી

2026-09-05 21:16:00
Author: Mumbai Samachar Team
ઠગાઈના ગુનામાં ભાજપના પૂર્વ આગેવાન જીતેન ઠક્કરની ધરપકડનો માર્ગ મોકળો, કોર્ટે જામીન અરજી ફગાવી

ભુજઃ  કચ્છ ભાજપના પૂર્વ આગેવાન જીતેન ઠક્કરના આગોતરા જામીન અંગે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ પાછી એની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. અઢી કરોડની છેત્તરપિંડીના મામલે જીતેન ઠક્કર સામે કાયદાકીય એક્શન લેવામાં આવ્યું હતું. જેમાં હવે કોર્ટે કડક વલણ અપનાવતા પોલીસ હવે ધરપકડ માટે કાર્યવાગી કરી શકે છે.  અઢી કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી અને બોગસ દરાતાવેજો બનાવવાના ગંભીર ગુનામાં કચ્છ ભાજપ આઈટી સેલના પૂર્વ પ્રમુખ અને એસ્ટેટ બ્રોકર એસોસિએશનના પ્રમુખ જીતેન ભૂપેન્દ્ર ઠક્કરની આગોતરા જામીન અરજી ગાંધીધામ સેશન્સ કોર્ટે ફગાવી  દીધી છે. 

આખો કેસ આવો છે. 

કચ્છના આદિપુર પોલીસ મથકે વિનાયક આનંદાની નામના વૃદ્ધે મુખ્ય સૂત્રધાર જગદીશ હરીલાલ બારમેડા સામે ડુપ્લેક્સ મકાનોના નિર્માણ-વેચાણની જાહેરાત આપી 4 લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે કાયદાકીય રીતે તપાસ શરૂ કરી હતી.

આ ઠગાઈ કૌભાંડમાં ફરિયાદી ઉપરાંત પ્રવિણસિંહ જાડેજા, રોહતાઝ સૈની અને અમિત સુગવાની પાસેથી બુકિંગ પેટે અંદાજે રૂપિયા 2.50 કરોડથી વધુ રકમ પડાવી લેવાઈ હતી. આ ઉપરાંત, બોગસ રસીદોના આધારે એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સમાંથી રૂપિયા 78.75 લાખની લોન મેળવી પ્લોટ બારોબાર વેચી માર્યો હતો. પોલીસે આ અંગે ઊંડી તપાસ કરતા તપાસમાંથી એ વાત સામે આવી હતી કે, જીતેન ઠક્કર અને મુખ્ય આરોપી જગદીશ બારમેડાએ સંયુક્ત રીતે છાપામાં જાહેરાતો આપી હતી. પોતાની ધરપકડથી બચવા જીતેન ઠક્કરે ગાંધીધામ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. 

જામીન અરજી ફગાવી દીધી કોર્ટે

ગાંધીધામના પાંચમા અધિક સેશન્સ જજ રાકેશ જે. પટેલે ગુનાની ગંભીરતા અને કસ્ટોડિયલ ઈન્ટરોગેશનની જરૂરિયાતને ધ્યાને લઈ જામીન અરજી ફગાવી દીધી હતી. કેસના મુખ્ય આરોપી જગદીશ બારમેડાની ફેબ્રુઆરી 2026માં ધરપકડ કરાઈ હતી અને તે હાલ જેલહવાલે છે. જીતેન્દ્ર ભૂપેન્દ્ર ઠક્કર સામે હવે કાયદાકીય એક્શન મજબૂત બન્યું છે. 13 મહિના અગાઉના કેસમાં પોલીસ ધરપકડથી બચવા માટે ભાજપના અગ્રણીએ પહેલાથી જ કોર્ટમાં જામીન અરજી કરી દીધી હતી.