Sat Sep 05 2026

Logo

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર, ક્યા 254 અધિકારીને એક સાથે મળ્યું પ્રમોશન ?

2026-03-26 12:58:00
Author: Mayur Patel
ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર, ક્યા 254 અધિકારીને એક સાથે મળ્યું પ્રમોશન ?

અમદાવાદઃ ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર થયો હતો. રાજ્યમાં 254 બિન હથિયારી PSIને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતુંતી. શ્રીમતી શર્મીષ્ઠાબેન ભીખાભાઈ ચૌધરીને એસસીઆરબીથી અમદાવાદ શહરે, પ્રવિણભાઈ માધુભાઈ ધાખડાની વડોદરા શહેરથી અમદાવાદ શહેર, ચંદ્રકલાબા ભરતસિંહ જાડેજાની ઈન્ટેલીજન્સથી અમદાવાદ ગ્રામ્ય, પરેશકુમાર પ્રવિણકુમાર જાનીની જીયુવીએનએલ વડોદરાથી ખેડા,  મેહુલકુમાર જેરામભાઈ રાઠોડથી સુરત ગ્રામ્યથી કચ્છ-પૂર્વ ગાંધીધામ ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી હતી.

આ ઉપરાંત નિલેશકુમાર નવજીભાઈ નિનામાથી અમદાવાદ શહેરથી સીઆઈડી ક્રાઈમ, સુધાકર રાવાભાઈ વસાવાની અમદાવાદ શહેરથી સીઆઈડી ક્રાઈમ, શશીકલાબેન દલસીંગભાઈ ચૌધરીની બનાસકાંઠાથી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, શીલ્પાબેન હીરાલાલ પરમારની ગાંધીનગરથી દાહોદ, પ્રવિણાબેન કમલેશકુમાર તબિયારની પંચમહાલથી સીઆઈડી ક્રાઈમમાં બઢતી સાથે બદલી કરવામાં આવી હતી.

કિરણ રાજુભાઈ દરજીની અરવલ્લીથી સીઆઈડી ક્રાઈમ, શૈલેષભાઈ માવજીભાઈ પટેલની આણંદથી સીઆઈડી ક્રાઈમ, પરેશકુમાર માલજીભાઈ દેસાઈની પશ્ચિમ રેલવે અમદાવાદથી સુરત ગ્રામ્ય, પાર્થરાજસિંહ કિશોરસિંહજી ઝાલાની અમદાવાદ શહેરમાંથી કચ્છ-પશ્ચિમ ભુજ ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી હતી.

વિજયકુમાર કનુભાઈ રાઠોડથી આણંદથી અમરેલી, ભારતી પ્રવિણભાઈ વેગડાની પશ્ચિમ રેલવે અમદાવાદથી સુરત શહેર, પારસબેન મથુરભાઈ રાખોલિયાની ગાંધીનગરથી સુરત શહેર, રવીન્દ્રસિંહ જગતસિંહ ચૌહાણની સુરત શહેરથી મહેસાણા, વિજય નરોત્તમભાઈ પરમારની મોરબીથી સીઆઈડી ક્રાઈમ, શક્તિસિંહ પ્રતાપસિંહ સોઢાની તાપીથી રાજકોટ શહેર ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી હતી.