Tue Oct 06 2026

Logo

નકલી એમ્બેસી ઓફિસરની જાળમાં ફસાયો ભુજનો વેપારી, રૂ. 2.15 કરોડની છેતરપિંડી

2026-08-05 11:12:00
Author: Mumbai Samachar Team
નકલી એમ્બેસી ઓફિસરની જાળમાં ફસાયો ભુજનો વેપારી, રૂ. 2.15 કરોડની છેતરપિંડી

Image Credit : Investopedia


ભુજઃ ગૂગલ સર્ચ મારફતે સંપર્કમાં આવેલા સાયબર ઠગોએ ભુજના એક વેપારી સાથે રૂ. ૨.૧૫ કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે બોર્ડરરેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે વિગતવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો

મૂળ નેત્રાના અને હાલ ભુજમાં રહેતા મહેશકુમાર ચત્રભુજ મોતા નામના એક્સપોર્ટ-ઈમ્પોર્ટના વેપારીએ ગૂગલ પર સર્ચ કર્યા બાદ પ્રિયંકા નામની મહિલાનો સંપર્ક થયો હતો. તેણે ઓનલાઈન વેબસાઈટ બનાવી આપવાની લાલચ આપી ત્રણ વર્ષની મેમ્બરશીપ અપાવી હતી. ત્યારબાદ ‘એકાંશ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ, દિલ્હી’ના નામે તથા યુ.એસ.એ. અને ડેનમાર્ક એમ્બેસીના બોગસ અધિકારીઓ બનીને વેપારી સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો.

આ ઠગોએ ચોખા એક્સપોર્ટની ડીલ ફાઈનલ કરાવવા, વિવિધ ચાર્જ, ટેક્સ, પ્રોસેસિંગ ફી અને બેન્ક ક્લિયરન્સના બહાને ફરિયાદી પાસેથી અલગ-અલગ તારીખોમાં બેન્ક ખાતાઓમાં રૂ. ૨,૦૦,૨૮,૫૭૭ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા તેમજ રૂ. ૧૫ લાખ મેળવી કુલ રૂ. ૨,૧૫,૨૮,૫૭૭ની ઠગાઈ આચરી હતી.

આ મામલે ફરિયાદીએ રણવીરસિંહ, યશપાલ, આકાંશા (સાચું નામ સારુ યાદવ), અરવિંદકુમાર, અંકુશ સહિત એમ્બેસીના બોગસ કર્મચારીઓ અને બેન્ક ખાતાધારકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(ઉત્સવ વૈદ્ય)