ભાવનગરઃ ભાવનગરના 51 વર્ષના આધેડે માધવપુરની 21 વર્ષની યુવતીને જૂનાગઢ મેડિટેશન કેમ્પમાં ફોસલાવીને શરીર સંબંધ બાંધ્યા હતા. જે બાદ ન્યૂડ ફોટા લઈ વાયરલ કરવાની ધમકી આપતા યુવતીઓ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.
શું છે સમગ્ર મામલો
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ભાવનગરના 51 વર્ષના આધેડે માધવપુરની 22 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ લગ્નની લાચલ આપી શરીર સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન આધેડે તેના ન્યૂડ ફોટા લઈ લીધા હતા. ફોટા વાયરલ કરવાની ધમકી આપી તે શારીરિત તથા માનસિક અત્યાચાર ગુજારતો હતો. આધેડના ત્રાસથી કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
ભાવનગરમાં શેરબજારનો વ્યવસાય કરતા આધેડની જૂનાગઢમાં યોજાયેલા એક મેડિટેશન કેમ્પ દરમિયાન યુવતી સાથે મુલાકાત થઈ હતી. બંને એક જ જ્ઞાતિના હોવાથી અને આધેડે લગ્નનો વાયદો આપ્યો હોવાથી યુવતી તેની વાતમાં આવી ગઈ હતી. માર્ચ 2025થી લઈને અત્યાર સુધી આરોપી યુવતીને જૂનાગઢ અને રાજકોટની હોટલોમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધતો હતો. ઉપરાંત, તેણે યુવતી સાથે અમાનુષી શારીરિક અત્યાચાર કર્યો હતો.
આરોપીએ યુવતીના ન્યૂડ ફોટા પાડી લીધા હતા અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને ગાળો ભાંડતો તથા માનસિક ત્રાસ આપતો હતો. પીડિત યુવતીની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.