Wed Sep 02 2026

Logo

અઝરબૈજાનમાં ગુજરાતી દંપતીને બંદી બનાવનારા ત્રણ  એજન્ટ ઝડપાયા

2026-02-15 17:14:11
Author: Pooja Shah
અઝરબૈજાનમાં ગુજરાતી દંપતીને બંદી બનાવનારા ત્રણ  એજન્ટ ઝડપાયા

અમદાવાદઃ અઝરબૈજાનમાં બંદી બનાવેલા આણંદના ગુજરાતી દંપતીને છોડાવ્યાની ઘટનામાં આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ એજન્ટની ધરપકડ કરી હતી. ડંકી રૂટ દ્વારા અમેરિકા લઈ જવાના વાયદા હેઠળ આ એજન્ટોએ દંપતીને લલચાવ્યા હતા. 

49 વર્ષીય મમતા જીતેશ ગાવિત, 54 વર્ષીય કેતન રમેશ સોની અને 49 વર્ષીય ડેનિયલ બાપિસ્ટ મોન્ટેરિયોને પોલીસે મુંબઈથી પકડ્યા હતા.  તેમને આણંદની કોર્ટમાં રજૂ કયા હતા. કોર્ટે તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડી આપી હતી. આ દંપતીના બચાવમાં સાંસદ મિતેષ પટેલ આવ્યા હતા.

એજન્ટોની ભાળ મેળવી પોલીસની એક ટૂકડી મુંબઈ ગઈ હતી. ટીમ ત્યાં બે દિવસ રોકાઈ હતી અને થાણે, દહીંસર અને અંધેરીમંથી ત્રણેયને દબોચી લીધા હતા. જોકે આ ત્રણેય આણંદના ન હતા. દંપતી અન્ય એક એજન્ટના મારફતે આ લોકોના પરિચયમાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના કહેવા અનુસાર એજન્ટે લાખોમાં રૂપિયા લીધા હતા.

ડંકી રૂટથી કેનેડાથી અમેરિકા જતા સમયે દંપતીને અઝરબૈજાન ખાતે બંદી બનાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિવારને રૂ. 65 લાખ આપી છોડાવવાના ફોન આવ્યા હતા અને જો પૈસા નહીં મળે તો કિડની સહિતના અવયવો વેંચી મારવાની પણ ધમકી આપવામાં આવી હતી.