Fri Jul 24 2026

Logo

રામ મંદિરના CEO બનવા માટે 5,500થી વધુ અરજીઓ... આખરે કોણ સંભાળશે આ મહત્ત્વની જવાબદારી?

2026-07-24 18:28:56
Author: Mumbai Samachar Team
Article Image

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની નિમણૂક માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે અને તેમને આશરે 5,200 અરજીઓ મળી છે. અરજીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, સમિતિએ નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધારાનો મહિનાનો સમય માંગ્યો છે. આ સમયમાં અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવે અને પછી રિપોર્ટ બનાવશે. 

_શું તમે હિન્દુ છો?_
આવનારા એકાદ વર્ષમાં આ મુખ્ય અધિકારી મળી જાય એવા એંધાણ વર્તાય રહ્યા છે. આ પદ માટે 5000થી વધુ લોકોએ અરજી કરી છે. અરજદારોએ હવે તા.25 જુલાઈ સુધીમાં ગુગલ ફોર્મ ભરવાનું રહેશે. એ પછી બીજી પ્રોસેસ થશે. આ અરજી ફોર્મમાં 32 પ્રશ્નો છે. જ્યારે તે નામ, સરનામું, ઉંમર, વ્યવસાય અને કાર્ય અનુભવ જેવી વિગતો પૂછે છે, ત્યારે તે એ પણ પૂછે છે કે શું તમે સાચા હિન્દુ છો? આ વિષય પર હવે ચર્ચા શરૂ થઈ ગઈ 

_શેના માટે થઈ દોડધામ?_
સીઈઓ પદ માટેના અરજી ફોર્મમાં એ પણ પૂછવામાં આવ્યું છે કે, શું તમે કોઈ મેગા-ઇવેન્ટ્સનું આયોજન કર્યું છે અને જો કર્યું હોય તો, તેમાં કેટલા લોકોએ હાજરી આપી હતી. બીજો સવાલ એ છે કે, શું તમે કોઈ સામાજિક કે ધાર્મિક સંગઠન કે મંદિર સાથે સંકળાયેલા છો અને તમે કેટલા વર્ષોથી આવી સંસ્થાનું સંચાલન કર્યું છે? તમારા દ્વારા સંચાલિત સંગઠન કે મંદિરના કદ, તેમના નામ અને તમે નિભાવેલી ચોક્કસ જવાબદારીઓ સહિતની વિગતો પણ માંગવામાં આવે છે. ફોર્મમાં તમારા વ્યાવસાયિક, સામાજિક અને મંદિર-સંબંધિત અનુભવને ચકાસવા માટે ઓછામાં ઓછા બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ, હોદ્દા અને સંપર્ક વિગતોની જરૂર છે.આ માટે અરજી કરનારાઓની દોડધામ શરૂ થઈ છે.

_કેટલા લોકો સાથે કામ કર્યુ?_
તમારા નેતૃત્વ હેઠળ કેટલા કર્મચારીઓએ કામ કર્યું? તમને કયા પુરસ્કારો અને સન્માન મળ્યા છે? તમને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ માટે વિઝન, યોજના અને સૂચનો આપવાનું પણ કહેવામાં આવે છે. ફોર્મ સાથે એક સીવી વિડિયો આવશ્યક છે, અને બે વ્યક્તિઓના સંદર્ભો આવશ્યક છે. જોકે આ માટે હજુ કેટલા લોકો ફાઇનલ થયા એ કોઈ વિગત સામે આવી નથી.