Sat Jun 06 2026

Logo

અવનીત કૌરે શેર કર્યા બિચ મૂડના ફોટોઝ, એકથી એક કાતિલ પોઝે ફેન્સને કોમેન્ટ કરવા મજબૂર કર્યા

2026-06-06 22:18:49
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ સ્ક્રિન પર દમદાર પર્ફોમન્સ આપે છે પણ જ્યારે એને સોશિયલ મીડિયાની નજરેથી જોવામાં આવે તો એ પણ કોઈ ઈન્ફ્લુએન્સરથી કમ નથી. વાત છે ટીવી એક્ટ્રેસ અવનીત કૌરની. અવનીત સોશિયટ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ રહેતી એક્ટ્રેસ પૈકીની એક છે. લાખોની સંખ્યામાં એના ફોલોઅર્સ છે અને સમયાંતરે એ પોતાના ફોટો-વીડિયો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે એવી મસ્ત પોસ્ટ મૂકી કે, ફેન્સ એના દિવાના થઈ ગયા હતા. 

વેકેશન મૂડમાં અવનીત
અવનીત હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે. અમેરિકાના ફ્લોરિડા સિટીને એક્સપ્લોર કર્યા બાદ તે બીચ પર પહોંચી હતી. બીચ લૂકમાં અને બિકિની અવતારમાં તેણે જે ફોટો ક્લિક કરાવ્યા એ દમદાર હતા. આ તમામ ફોટો તેણે સોશિય મીડિયા પર શૅર કર્યા છે. અહીં એક્ટ્રેસનો ગ્લેમર અવતાર જોવા મળ્યો હતો. બ્લુ બિકિની પીસમાં એનો નેચરલ લૂક પણ જોરદાર રહ્યો છે. રેતીની વચ્ચે જોરદાર પોઝ આપીને ફોટો ક્લિક કર્યા હતા.


આ લૂક જોઈને ફેન્સ ફિદા થઈ ગયા હતા. કોમેન્ટમાં એકથી એક ચડિયાતી કોમેન્ટનો વરસાદ કર્યો હતો. મિયામી બિચ પર અવનીતે દિલ ખોલીને ફોટો પડાવ્યા હતા. એના દરેક ફોટો પરથી નજર હટે એમ નથી. એનો આ અવતાર ફેન્સને પસંદ પડી રહ્યો છે. સમુદ્ર કિનારે સ્ટાઈલ અને કોન્ફિડન્સનો પણ સંગમ જોવા મળ્યો હતો, જે એના ચહેરા પર દેખાઈ રહ્યો છે. 

લાખોમાં મળી લાઈક્સ
આ ફોટો શૅર કરીને અવનીતે લખ્યું હતું કે, "અગર મૈં ગાયબ હો જાઉ તો સમજો કે મૈં મિયામી મેં હું", આ ફોટો પરની લાઈક્સની સંખ્યા લાખોમાં છે. 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટર માસ્ટર', 'ઝલક દિખલાજા-5','મર્દાની' જેવા સફળ પ્રોજેક્ટ પર તેણે સારૂ એવું કામ કર્યું છે. ટીવીની દુનિયામાં જાણીતી એક્ટ્રેસની વાત કરવામાં આવે તો અવનીતનું નામ ટોપ 5માં આવે છે. ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર અવનીતના 30 મિલિયન ફોલોઅર્સ છે.