Wed Aug 26 2026

Logo

પવન ખેડા માનહાનિ અને બનાવટી દસ્તાવેજ કેસ મામલે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

2026-04-26 21:57:11
Author: Chandrakant Kanoja
પવન ખેડા માનહાનિ અને બનાવટી દસ્તાવેજ કેસ મામલે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા પવન ખેડાએ માનહાનિ અને બનાવટી દસ્તાવેજના કેસમાં હાઇકોર્ટ દ્વારા અરજી નામંજૂર કર્યા બાદ હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આસામમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની પત્ની દ્વારા પવન ખેડા વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

માનહાનિ અને બનાવટી દસ્તાવેજોનો કેસ નોંધ્યો 

આસામ પોલીસે પવન ખેડા વિરુદ્ધ  માનહાનિ અને બનાવટી દસ્તાવેજોનો કેસ નોંધ્યો હતો. આ કેસ આસામના મુખ્યમંત્રી હિમંત કુમાર શર્માના પત્ની રિંકી ભૂયાન શર્મા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. ખેડાએ દાવો કર્યો હતો કે રિંકી ભૂયાન શર્મા પાસે અનેક વિદેશી પાસપોર્ટ અને વિદેશમાં અઘોષિત સંપત્તિ છે.

રિંકી ભૂયાન શર્માએ આસામ પોલીસમાં એફઆઈઆર નોંધાવી

આ આરોપો બાદ  રિંકી ભૂયાન શર્માએ આસામ પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદ  આસામ અને દિલ્હી પોલીસે દિલ્હીમાં પવન ખેડાના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. જોકે, આ પોલીસ કાર્યવાહી પહેલા જ પવન ખેડા તેલંગાણા હાઇકોર્ટ પહોંચ્યા હતા. 

આસામ પોલીસે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી 

પવન ખેડાએ  ધરપકડ સામે તેલંગાણા હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી. તેના પર કાર્યવાહી કરતા, તેલંગાણા હાઈકોર્ટે પવન ખેડાને ધરપકડમાંથી વચગાળાની રાહત આપી અને તેમને યોગ્ય કોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યો. આ પછી આસામ પોલીસે આગોતરા જામીન અરજીને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે  આગોતરા જામીન પર સ્ટે આપ્યો

આ મામલાની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન પર સ્ટે આપ્યો હતો. ત્યારબાદ પવન ખેડાએ ગુવાહાટી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે આ જ કેસમાં આગોતરા જામીન માંગી હતી જેને કોર્ટે મંજૂર કરવાનો ઇનકાર કર્યો હતો.