Thu May 07 2026

Logo

આંધ્ર પ્રદેશમાં થયેલા અકસ્માતમાં 8 લોકોનું અકાળે મોત, PM મોદીએ સહાયની જાહેરાત કરી

2026-04-16 13:21:00
Author: Vimal Prajapati
Article Image

કુરનૂલઃ આંધ્ર પ્રદેશના કુરનૂલમાં બે વાહનો વચ્ચે આ અકસ્માત સર્જાયો તેમાં 8 લોકોનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ સાથે 10થી 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ તમામ મૃતકો કર્ણાટકના હોવાનું પણ જાણવા મળ્યાં છે. કર્ણાટકથી તીર્થયાત્રાએ જઈ રહેલા યાત્રીઓ ચિકમંગલુર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત અંગે પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી અને સહાયની જાહેરાત કરી છે 

મૃતકો અને ઘાયલોને સહાય આપવાની જાહેરાત

પીએમ મોદીએ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કરતા મૃતકો અને ઘાયલોને સહાય આપવાની જાહેરાત કરી છે. પીએમઓ દ્વારા એક્સ પર પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું કે, આંધ્ર પ્રદેશના કુરનૂલ થયેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. જે લોકોએ પોતાના પરિજનનો ખોયું છે. તેમના પ્રત્યે મારી સંવેદનાઓ છે અને ઘાયલો સત્વરે સ્વસ્થ્ય થાય તે માટે પ્રાર્થના કરું છું આ સાથે પ્રત્યેક મૃતકોના પરિવારજનો પીએમએનઆરએફમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. 

અકસ્માતની આ ઘટના અંગે વિગતો આપતા કુરનૂલ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચિલકાલાડોના પાસે એક બોલેરો અને લોરી વચ્ચે ભયાનક ટક્કપ થઈ હતી, જેમાં 10થી 12 લોકો ઘાયલ થયા છે, જ્યારે 8 લોકોનું જ મોત થઈ ગયું છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે એક બોલેરો રેડી-મિક્સ લોરી સાથે સામસામે અથડાઈ હતી. જેમાં પાંચ લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ત્રણ લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. ઘાયલોની અત્યારે સારવાર કરવામાં આવી રહી છે. 

પીડિતો કર્ણાટકના ચિકમંગલુર જિલ્લાના યાત્રાળુઓ હતા

સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, પીડિતો કર્ણાટકના ચિકમંગલુર જિલ્લાના યાત્રાળુઓ હતા, જેઓ શ્રી રાઘવેન્દ્ર સ્વામીના આશીર્વાદ મેળવવા માટે મંત્રાલયમ જઈ રહ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે રસ્તામાં કાળ તેની રાહ જોઈને બેઠો હશે! આ અકસ્માત અંગે પરિવહન પ્રધાન મંદીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે ઘાયલોને સારામાં સારી સર્વોત્તમ સારવાર આપવામાં આવે તેવો મંદીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ અધિકારીઓને આદેશ આપ્યો હતો.