અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી સબ ઝોનલ કચેરીએ પરિવાર સાથે વોટિંગ કર્યું હતું. મતદાન બાદ તેમણે કામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કર્યા હતા. મતદાન કર્યા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પરેશ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. પરેશ પટેલના નિવાસ સ્થાને લઈ એમના પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો. મતદાન કર્યા બાદ અમિત શાહ પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણીના મતદાન પહેલા પ્રચાર હેતુ કૉલકાતા માટે રવાના થશે.

જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
પ્રથમ તબક્કાનું મતદાન થયા બાદ અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મતદાન કર્યા બાદ તેઓ હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. પરેશ પટેલના નિવાસ સ્થાને તેમણે ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરી હતી. કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. હળવા અંદાજમાં તેમણે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આસપાસના સ્થાનિકોએ પણ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અમદાવાદમાં મતદાન કર્યા બાદ હવે તેઓ પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થશે. બીજી તરફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિલજ ખાતે મતદાન કરીને પોતાની ફરજ નિભાવી છે.
#WATCH | Gujarat Chief Minister Bhupendra Patel says, "Voting for local body elections is taking place in Gujarat today. This is the festival of democracy, and everyone must celebrate it. This is an important occasion for everyone to carry out their duty..." https://t.co/GLb5ODMbEC pic.twitter.com/xMneGmjEyl
— ANI (@ANI) April 26, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી અપીલ
દાદાએ મતદાન કરીને કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેકે મનાવવો જોઈએ, આ હક અને ફરજ બન્ને સાથે નિભાવવાનો અમુલ્ય અવસર છે. દરેક વ્યક્તિ મતદાન કરીને એમની ફરજ નિભાવે.આજે રજાનો દિવસ છે અને ગરમી પણ છે, પણ મતદારો અવશ્ય મતદાન કરશે. આપણો પવિત્ર મત અવશ્ય આપવો જોઈએ. મતદાન કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પણ હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. મતદાન કેન્દ્રો પર વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બુથની બાહર મંડપ નાંખવામાં આવ્યા છે જ્યારે પીવાના ઠંડા પાણી અને ઓઆરએસના પેકેટની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાતાઓને કોઈ રીતે મુશ્કેલી ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.