Mon Sep 07 2026

Logo

અમદાવાદના મેયર તરીકે અમિત શાહના ખાસ માણસની થઈ વરણી, જોરદાર પરફોર્મર તરીકે છે જાણીતા

2026-05-26 10:56:24
Author: Mayur Patel
અમદાવાદના મેયર તરીકે અમિત શાહના ખાસ માણસની થઈ વરણી, જોરદાર પરફોર્મર તરીકે છે જાણીતા

Amit Shah


અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયાના એક મહિના બાદ AMCના પદાધિકારીઓની જાહેરાત થઈ હતી. હિતેશ બારોટ અમદાવાદના મેયર બન્યા હતા. હિતેશ બારોટને અમિત શાહના ખાસ માણસ માનવામાં આવે છે. તેઓ જોરદાર પરફોર્મર તરીકે જાણીતા છે.

કોણ બન્યા ડેપ્યુટી મેયર

ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી થઈ હતી, જ્યારે કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા હતા.   ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે.

Amit Shah's close to make mayor of Ahmedabad Hitesh Barot

હિતેશ બારોટની રાજકીય સફર

1986: ભાજપમાં જોડાયા.

1987 થી 1997:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માં સક્રિય રહ્યા.

1988: થલતેજ ગ્રામ્ય મંડળના મહામંત્રી બન્યા.

1989 થી 1997: દસ્કોઈના 18 ગામ બક્ષીપંચની જવાબદારી સંભાળી.

2001 થી 2005: બોડકદેવના સરપંચ તરીકે સેવા આપી.

2010: APMC અમદાવાદ ના વાઇસ ચેરમેન બન્યા.

2012: એડીસી  બેંકના ડિરેક્ટર તરીકે નિમણૂંક થઈ.

2014: APMC માં ડિરેક્ટર બન્યા.

2014: ગાંધીનગર લોકસભાના બક્ષીપંચના ઈન્ચાર્જ બન્યા.

2013 થી 2017: પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ડિરેક્ટર તરીકે રહ્યા.

2017: ગુજકોમાસોલના ડિરેક્ટર બન્યા.

2018: ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર બન્યા.

2021: થલતેજ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા.

2021: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિયુક્તિ થઈ હતી.