Sat Aug 29 2026

Logo

Video: અમદાવાદના સરખેજમાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

2026-07-01 12:28:31
Author: Mayur Patel
Video: અમદાવાદના સરખેજમાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ટ્રાફિક અને અતિક્રમણ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મંગળવારે સરખેજ વિસ્તારમાં આવેલા સાણંદ ક્રોસિંગ નજીક મરિયમ મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

AMCના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સાણંદ ક્રોસિંગ પાસે આ ધાર્મિક માળખું કોઈ પણ મંજૂરી વગર ઊભું કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પોલીસની હાજરીમાં આ ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે સાણંદ ક્રોસિંગ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તરફ જતા વાહનો માટે ખૂબ જ મહત્વનું જંકશન છે. રસ્તાની બંને બાજુએ આવેલા ગેરકાયદે દબાણોને કારણે ટ્રાફિક અને સુરક્ષાની સમસ્યાઓ ઊભી થતી હતી. આ ઝુંબેશના ભાગરૂપે રસ્તાઓ, ફૂટપાથ અને સરકારી જમીન પરના અન્ય અવરોધક દબાણોને પણ AMC દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.