Tue Oct 06 2026

Logo

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં એસ.ટી.નિગમે  30,000 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કર્યું, રૂપિયા  9.51 કરોડની આવક મેળવી

2026-09-28 18:15:59
Author: Mumbai Samachar Team
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં એસ.ટી.નિગમે  30,000 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કર્યું, રૂપિયા  9.51 કરોડની આવક મેળવી

 

ગુજરાતમાં અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન એસ.ટી.નિગમ દ્વારા કુલ 30,000 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું.  જીએસઆરટીસી દ્વારા શ્રદ્ધાળુઓની વધતી ભીડને પહોંચી વળવા માટે વધારાની બસો ફાળવવામાં આવી હતી. આ વિશેષ બસ સેવાઓનો વ્યાપક પ્રતિસાદ મળતા કુલ 13.04  લાખ મુસાફરોએ આ એક્સ્ટ્રા ટ્રીપનો લાભ મેળવ્યો હતો. 

સાત દિવસના ટૂંકા ગાળામાં રૂ. 9.51 કરોડની આવક 

મુસાફરોની આ ભીડ અને ઉત્સાહપૂર્ણ સહકારને લીધે નિગમને આ સાત દિવસના ટૂંકા ગાળામાં રૂ. 9.51 કરોડની આવક થઈ છે. નિગમની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે લાખો મુસાફરો સમયસર અને સલામત રીતે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા હતા.

માઈભક્તો માટે નિગમ દ્વારા સુચારૂ આયોજન 

રાજ્યભરમાંથી અંબાજી પહોંચતા માઈભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે નિગમ દ્વારા સુચારૂ આયોજન કરીને ઉત્તમ પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી. 

પરિવહન આયોજન સંપૂર્ણપણે સફળ રહ્યું 

જીએસઆરટીસીના અધિકારીઓ તેમજ કર્મચારીઓની નિષ્ઠાવાન મહેનતને પરિણામે આ ભવ્ય મેળાનું પરિવહન આયોજન સંપૂર્ણપણે સફળ રહ્યું છે. મુસાફરોની સુરક્ષા, સમયપાલન અને ઉત્તમ સેવાનું પાલન કરીને જીએસઆરટીસીએ ફરી એકવાર લોકઉપયોગી સંસ્થા તરીકે પોતાની પ્રતિષ્ઠાને ઉજ્જવળ કરી છે.