Sun Sep 13 2026

Logo

ગંભીર બેદરકારીઃ એર ઈન્ડિયાએ કેનેડા માટે 'ભળતું' વિમાન મોકલ્યું, 8 કલાક પછી રિટર્ન

2026-03-20 19:33:39
Author: Mumbai Samachar Team
ગંભીર બેદરકારીઃ એર ઈન્ડિયાએ કેનેડા માટે 'ભળતું' વિમાન મોકલ્યું, 8 કલાક પછી રિટર્ન

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઑપરેશનમાં એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી જાણવા મળી છે. દિલ્હીથી કેનેડાના વાનકુવર જઈ રહેલી ફ્લાઈટને કેનેડા પહોંચે એ પહેલા જ પાછું ફરવું પડ્યું હતું. આ પાછળનું કારણ એ છે કે, જે વિમાનનો ઉપયોગ કરવાનો હતો એને કેનેડામાં ફ્લાઈટ ફ્લાઈંગની મંજૂરી જ નહોતી. આ ભૂલને કારણે આશરે આઠ કલાક હવામાં રહ્યા બાદ ફ્લાઈટ દિલ્હી પાછી ફરી હતી. 

પ્રવાસીઓ અકળાયા

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-185એ ગુરૂવારે સવારે 11.34 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરી હતી. વિમાન પોતાની દિશામાં આગળ વધી રહ્યું હતું, પણ ચાર કલાક બાદ ચીનના કુનમિંગ વિસ્તારમાં પહોંચ્યું ત્યારે એરલાઈન્સને ખ્યાલ આવ્યો કે જે વિમાન દિલ્હીથી કેનેડા માટે રવાના થયું છે એ વિમાનને કેનેડામાં ફ્લાઈટ ફ્લાઈંગની મંજૂરી જ નથી. 

એ પછી યુદ્ધના ધોરણે નિર્ણય લેવાતા વિમાન કેનેડા પહોંચે એ પહેલા જ પરત આવવાના આદેશ આપવામાં આવ્યા હતા. 7.54 મિનિટનનો એક્ચ્યુલ સમય હતો એમાં વિલંબ થયો હતો. ફ્લાઈટ દિલ્હી આવી અને પ્રવાસીઓને-ક્રૂને સુરક્ષિત રીતે બીજા વિમાનમાં જવા દેવામાં આવ્યા હતા. 

ખરેખર આ વિમાન મોકલવાનું હતું

હકીકતમાં બોઈંગ 777-200LR વિમાન કેનેડા મોકલવાનું હતું, કેનેડા માટે માત્ર બોઈંગ 777-300ERને જ ફ્લાઈટ માટેની મંજૂરી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે દરેક દેશના જુદા-જુદા નિયમો હોય છે. ઘણીવાર મંજૂરી વિમાનના મોડલ અને તેના વિશેષ નંબરના આધારે આપવામાં આવતી હોય છે. 

એર ઈન્ડિયાએ આ ભૂલને ઑપરેશનલ સમસ્યા ગણાવી દીધી હતી.પછી સુરક્ષાનું કારણ આપ્યું હતું. એર ઈન્ડિયાએ તમામ પ્રવાસીઓને પૂરતી સગવડ આપી હતી. હોટેલની સુવિધા પણ આપી હતી.પછી તમામ યાત્રીઓ કેનેડા સુરક્ષિત રીતે પહોંચે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.