Tue Oct 06 2026

Logo

અમદાવાદમાં મોટું જુગારધામ ઝડપાયું!  'મનપસંદ જીમખાના'માં SMCનો મોટો દરોડો, 180થી વધુ જુગારીઓ ઝડપાયા

2026-08-02 22:52:27
Author: Devayat Khatana
અમદાવાદમાં મોટું જુગારધામ ઝડપાયું!  'મનપસંદ જીમખાના'માં SMCનો મોટો દરોડો, 180થી વધુ જુગારીઓ ઝડપાયા

અમદાવાદ: અમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગની ટીમે (SMC) એક મોટી કાર્યવાહી કરી હોવાના અહેવાલ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગસેલની ટીમે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મોટો દરોડો પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન 150થી વધુ જુગારીઓને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. 

મળતી વિગતો અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાના ક્લબમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી 180 થી પણ વધુ જુગારીઓની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત દરોડા દરમિયાન લાખો રૂપિયાની રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો અને અન્ય કિંમતી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ અનેક વખત આ સ્થળ પરથી જ જુગારધામ ઝડપાય ચૂક્યું છે. ત્યારે વધુ એકવાર કરવામાં આવેલી કાર્યવાહીથી ફરીથી ચર્ચા જાગી છે.