Sat Sep 12 2026

Logo

અમદાવાદમાં શનિવારે ભારે વરસાદનું રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજોમાં રજા

2026-07-31 22:49:00
Author: Chandrakant Kanoja
અમદાવાદમાં શનિવારે ભારે વરસાદનું રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજોમાં રજા

અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યમાં 13 જિલ્લામાં શુક્રવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે  અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ વરસ્યો હતો. તેમજ અમદાવાદમાં શનિવારે પણ વરસાદનું  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. 

ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો 

જેમાં આજે દિવસ દરમ્યાન અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે રાત્રે પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ રાહદારી ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. 

તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા શનિવારે અમદાવાદમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે.