Wed Oct 07 2026

Logo

નાઈટ ઓપીડીમાં પેનિક અટેકના કેસ વધ્યા, યુવાનો બની રહ્યા છે શિકાર...

2026-10-07 17:51:07
Author: Pooja Shah
નાઈટ ઓપીડીમાં પેનિક અટેકના કેસ વધ્યા, યુવાનો બની રહ્યા છે શિકાર...

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદઃ શહેરમાં નાઈટ ઓપીડીના કેસ વધી રહ્યા હોવાની માહિતી અહેવાલ દ્વારા મળી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેઓ દરરોજ રાત્રે નાઇટ ઓપીડીમાં ગભરાટ (પેનિક અટેક) જેવા લક્ષણો ધરાવતા ત્રણથી ચાર દર્દીઓની સારવાર માટે આવે છે.  દર્દીઓને સામાન્ય રીતે અચાનક શ્વાસ લેવામાં તકલીફ, ધબકારા વધવા, છાતીમાં અસ્વસ્થતા, પરસેવો અને કંઈક ગંભીર રીતે ખોટું થયું છે તેવી તીવ્ર લાગણીની ફરિયાદ કરે છે. આ લક્ષણો સામાન્ય ભલે હોય, પરંતુ દરદી અને પરિવારને હદૃયરોગના હુમલાનો ભય બતાવે છે. 

આ માટે મનોચિકિત્સકોના જણાવ્યા અનુસાર ઓછી ઊંઘ, અનિયમિત રૂટિન અને ઓવર થિંકિંગ આવા એટેક માટે જવાબદાર બની શકે છે. યુવાન વ્યાવસાયિકો, ખાસ કરીને વધુ દબાણ અને સમયમર્યાદા આધારિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો, આવા હુમલાઓનો ભોગ બનવાની સૌથી વધુ શક્યતા ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે આવા નોંધપાત્ર સંખ્યામાં દર્દીઓ ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથના છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ૨૦૨૪-૨૫ના વાર્ષિક અહેવાલ મુજબ, જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળની માનસિક સ્વાસ્થ્ય ઓપીડી (ઓપીડી)માં એપ્રિલ અને જૂન ૨૦૨૪ વચ્ચે ૩૩.૮૯ લાખ દર્દીની નોંધણી થઈ હતી. જાન્યુઆરી અને માર્ચ ૨૦૨૫ વચ્ચે આ આંકડો વધીને ૪૦.૨૭ લાખ થયો હતો. ડબ્લ્યુએચઓએ ૨૦૨૫માં અહેવાલ આપ્યો હતો કે ૨૦૨૩માં ૪૭ કરોડ લોકો ચિંતા એટલે એંકઝાઈટી ડિસઓર્ડરથી પીડાતા હતા. જોકે, તબીબોએ ચેતવણી આપી હતી કે શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુઃખાવો કે હૃદયના ધબકારા વધવા એ હંમેશા ચિંતા ને કારણે જ હોય ​​છે તેમ માની લેવું જોઈએ નહીં. નવા અથવા ગંભીર લક્ષણોની સૌપ્રથમ તબીબી તપાસ કરાવવી જોઈએ, કારણ કે તે ક્યારેક અન્ય કોઈ બીમારીનો સંકેત હોઈ શકે છે.