અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન અને જનસેવાથી રાષ્ટ્ર સેવાનાં 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ યોજાયો હતો.
સેવા સંકલ્પ અભિયાન'ની ઉજવણીમાં સહભાગી થયા
જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો માં ભારતીની આરતી ઉતારી 'સેવા સંકલ્પ અભિયાન'ની ઉજવણીમાં સહભાગી થયા હતા.

માં ભારતીની આરતી ઉતારી
આ તકે સમગ્ર કાંકરિયા લેકફ્રન્ટ પરિસર અંદાજિત સવા લાખ જેટલા દિવડાઓથી ઝગમગી ઊઠ્યું હતું, મોટી સંખ્યામાં નાગરિકો પણ હાથમાં દીવો લઈ માં ભારતીની આરતી ઉતારી વડાપ્રધાનની જનસેવાના 25 વર્ષની આ ઉજવણીમાં સહભાગી થયા હતા.
माननीय केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी और माननीय मुख्यमंत्री श्री @Bhupendrapbjp जी ने अहमदाबाद में माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के 76वें जन्मदिन के अवसर पर #AshirwadKaDiya प्रज्ज्वलित कर तथा माँ भारती की महाआरती कर उनके उत्तम स्वास्थ्य, दीर्घायु एवं निरंतर राष्ट्रसेवा के लिए मंगलकामना की। #HappyBdayPMModi
— BJP Gujarat (@BJP4Gujarat) September 17, 2026
મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાવાઘેલા, શહેરના મેયર હિતેશ બારોટ, સ્થાનિક ધારાસભ્યઓ, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ, પૂર્વ સાંસદ સર્વે હરિન પાઠક, ડૉ. કિરીટ સોલંકી, ડેપ્યૂટી મેયર અંજુ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા તથા કોર્પોરેટઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.