Thu Jun 18 2026

Logo

અમદાવાદમાં વિધર્મીએ હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઈ જવા કર્યું આવું કારસ્તાન ને પછી...

2026-03-21 14:27:00
Author: Mumbaisamachar Team
Article Image

અમદાવાદઃ શહેરમાં વિધર્મીએ હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ શરીરસંબંધ બાંધવાના ઈરાદે હોટલમાં જવા માટે સગીરાની ઓળખ, ઉંમર બદલી બોગસ આધારકાર્ડ બનાવ્યું હતું. પરંતુ પોલીસની સતર્કતાના કારણ સગીરાને હોટલમાં લઈ જવામાં આવે તે પહેલાં જ બચાવી લેવામાં આવી હતી.

શું છે મામલો
શહેરના વાસણા ગુપ્તાનગર વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરાની હિલચાલ તેના પરિવારને શંકાસ્પદ લાગતી હતી. પરિવારજનોનો વિધર્મી સાથે સગીરાના સંબંધ હોવાની આશંકા હતી. જે અંગે થોડા દિવસ પહેલા વાસણા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે કેટલાક વિધર્મી યુવકો પર વોચ રાખી હતી.

ગુરુવારે રાત્રે પોલીસે પરિમલ ગાર્ડન પાસેથી ચાર યુવકો અને ત્રણ સગીરાને રોકીને ઝડપી લીધા હતા. જેમાં ત્રણ વિધર્મી હતા. જ પૈકી એક વિધર્મી યુવક સાથે પોલીસને અગાઉ જાણ કરનારા પરિવારની સગીરા પણ હતી. પોલીસે તમામની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત વિધર્મી પાસેથી સગીરાના ફોટોવાળું આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેમાં સગીરાનું નામ નાજીયા અને ઉંમર 18 વર્ષ લખેલું હતું. 

વાસણાના ગુપ્તાનગરમાં રહેતા વિધર્મી યુવકોએ તેમના જ વિસ્તારમાં રહેતી સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી હતી એને શારીરિક સંબંધ બાંધવા માટે હોટલમાં જવાના હતા.  જેથી એક વિધર્મીએ તેના મિત્રની મદદ લઈને સગીરાનું બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતુ. જેમાં તેનું નામ મુસ્લિમ તરીકે લખ્યું હતું અને ઉંમર વધારી દીધી હતી. પરંતુ હોટલમાં જાય તે પહેલાં જ પોલીસે સગીરાને બચાવી લીધી હતી.

આરોપી પાસેથી મળેલા સગીરાના આધાર કાર્ડ અંગે તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે, એક એપ્લિકેશનનો ઉપયોગ કરીને સગીરાનું બોગસ આધારકાર્ડ બનાવાયું હતું. આ એપ્લિકેશનમાં માત્ર આધાર કાર્ડ સ્કેન કરીને મુકવાનું હોય છે અને તેમાં જરૂરી ફેરફાર કરીને બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવે છે. પોલીસે આરોપીએ આ રીતે કેટલી સગીરાઓના આધાર કાર્ડ બનાવ્યા, તેમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ શરૂ કરી છે.