અમદાવાદઃ ઘરકંકાસ, માનસિક હેરાનગતિ અને પતિના ત્રાસના કારણે ન્યાય માટે પત્નીએ પોલીસ સ્ટેશનના દ્વારા ખખડાવ્યાં છે. ઘટના ચાંદખેડા વિસ્તારની છે, અહીં લગ્નના 10 વર્ષ પતિનું કોઈ અન્ય યુવતી સાથે અફેર હોવાની જાણ થતાં અને પોતાને ઢોર માર માર્યો હોવાથી પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાને તેના પતિ માર માર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જેથી મામલે ચાંદખેડા પોલીસ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.
પ્રમિકાને સાથે કામલીલા કરતા પતિને રંગેહાથે ઝડપ્યો
ઘટનાની વાત કરવામાં આવે તો, ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક યુવતના લગ્ન 10 વર્ષ પહેલા થયાં હતાં. લગ્નના 10 વર્ષ વર્ષ પતિનું બીજી કોઈ યુવતી સાથે અફેર ચાલતું હોવાનો પત્નીએ પર્દાફાશ કર્યો છે. પતિનું તેની જ ઓફિસની કોઈ ‘મોનિકા’ નામની છોકરી સાથે અફેર ચાલી રહ્યું હતું. આ બંનેને એટલે કે પતિ અને તેની પ્રમિકાને ઝાડીઓ પાછળ કામલીલા કરતા પત્નીએ ઝડપી પાડ્યાં હતાં. આ દરમિયાન પતિએ માફી માંગીને સ માધાન કરી લીધું હતું.
ઓફિસની ‘મોનિકા’ સાથે પતિ મુંબઈ ફરવા પણ ગયો
એટલું જ નહીં પરંતુ પતિને વારંવાર ફોનમાં આ ‘મોનિકા’ સાથે વાત કરતા પકડ્યો હતો. પરંતુ પતિ ઓફિસની કોઈ મિત્ર છે તેવું કહીને વાતને ટાળી દેતો હતો. તે પછી તો ફોનને પાસવર્ડ પણ પતિને બદલી નાખ્યો હતો. તે પછી એક દિવસ પત્નીએ તેના પતિને મોનિકા સાથે ગાર્ડનમાંથી રંગેહાથે ઝડપી પાડ્યો હતો. તે વખતે પતિએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં માફી માંગીને સમાધાન કરી લીધું હતું. આટલી વખત સમાધાન થયું એટલે પત્નીએ પતિને જતો કર્યો હતો. પરંતુ પતિ તેની પ્રેમિકાને લઈને ફરવા માટે મુંબઈ ગયો હોવાની જાણ થઈ હતી.
સાસુને વાત કરી તો પરિણીતાને ઘરેથી કાઢી મૂકી
આ દરમિયાન પત્નીએ પોતાના બે બાળકીઓનો વિચાર કરવા માટે અને આ બધુ છોડી દેવા માટે કહ્યું હતું. ત્યારે પતિએ ઉશ્કેરાઈને પત્નીને બેડ પર પછાડીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ શરીર પર બચકા ફરીને મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો તહતો. તેની સાથે આ બાબતે હવે કોઈ વાત કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે જ્યારે પત્નીએ પોતાની સાસુને વાત કરી ત્યારે સાસુ પોતાના દીકરાને કઈ કહેવાની જગ્યાએ આ પરિણીતાને ઘરેથી કાઢી મુકી હતી. આખરે આ મહિલા હવે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.