અમદાવાદઃ અમદાવાદનું ઈન્ટરનેશનલ એરપોર્ટ જાણ દાણચોરીના સોના માટેનું એપી સેન્ટર બન્યું હોય એવો ઘાટ જોવા મળ્યો છે. દર મહિને વિદેશથી આવતી ફ્લાઈટમાં દાણચોરીનું સોનું ઝડપાય છે. આ વખતે હવે ભેજાબાજોએ ફ્લાઈટના ટોયલેટ પાસે આવેલા સ્પીકરમાં સોનું છુપાવી દીધું હતું. આ સોનું સોના દ્વારા છુપાવવામાં આવ્યું અને કોને ત્યાં ડિલેવરી આપવાની હતી એ અંગે તપાસ ચાલું કરવામાં આવી છે. દુબઈથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટમાં આ સોનું છુપાવવામાં આવ્યું હતું. ફ્લાઈટના સ્પીકર પાસે 24 સોનાના બિસ્કીટ મળ્યા છે.
કેટલા વજનના બિસ્કીટ મળ્યા
આ બિસ્કીનું મુલ્ય 4.25 કરોડ થતું હોવાનું તપાસમાંથી જાણવા મળ્યું છે. ઈન્ડિગોની દુબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં આ સોનું છુપાવવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર આ ફ્લાઈટ આવતા તપાસ કરવામાં આવી હતી. પ્લેનના લેવેટરી સ્પીકરમાં સોનું છુપાવવામાં આવ્યું હતું. સ્પીકરમાંથી સોનું કાઢવા માટે એરક્રાફ્ટના એન્જિનીયરની મદદ લેવામાં આવી હતી. આ દરેક બિસ્કીટનું વજન 2 કિલો 799 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. આ સોનું દુબઈથી કોણે મૂક્યું અને કોણ અહીંયા સુધી લાવ્યું એ અંગેની તપાસ ચાલું છે. ફ્લાઈટમાં કોકપીટ પાસે આવેલા કેમેરાની તપાસ કરતા આ અંગે સ્પષ્ટતા થઈ શકે છે. સોનાની દાણચોરી અંગે સ્પીકર પાસે આવેલી જગ્યામાં સોનું છુપાવવામાં આવ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે આ કામગીરી કરવામાં આવી છે. સોનાની દાણચોરીમાં આરોપી પકડાય નહીં અને ફ્લાઈટ ઈન્ટરનેશનલમાંથી ડોમેસ્ટિક થઈ જાય છે.
આવી હતી મોડસ ઑપરેન્ડી
એ પછી દેશના કોઈપણ એરપોર્ટ પરથી કોઈ વ્યક્તિ એને લઈ જાય એ પ્રકારની મોડસ ઑપરેન્ડી હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલા અમદવાદ એરપોર્ટ પરથી શારજહાથી આવેલા મુસાફર પાસેથી 60 લાખથી વધારે સોનાના ચેઈનની દાણચોરી પકડાઈ હતી. હાલમાં સ્પીકર પાસે સોનું કોણ રાખી ગયું અને અમદાવાદમાં આવીને કોને ડિલેવરી આપવાની હતી એ મોટો સવાલ છે. પ્રવાસ દરમિયાન કોને ખબર હતી કે, સ્પીકર પાસે સોનું છે એ અંગે પણ તપાસ ચાલું છે. આ કેસમાં હવે ફ્લાઈટના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં આરોપી સામે દાણચોરીના કેસ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.