Sun Sep 06 2026

Logo

અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં લિટરે રૂપિયા 2 સુધીનો વધારો કર્યો

2026-05-13 22:00:08
Author: Chandrakant Kanoja
અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં લિટરે રૂપિયા 2 સુધીનો વધારો કર્યો

નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલી  મોંધવારી વચ્ચે  દૂધના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલ બાદ હવે  મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 2 સુધીનો વધારો કર્યો છે. નવા ભાવ 14 મેથી અમલમાં આવશે. 

દૂધ ખરીદવાનો ખર્ચ છેલ્લા એક વર્ષમાં આશરે 6 ટકા  વધ્યો

આ વધારા બાદ મધર ડેરીએ સ્પષ્ટતા કરી છે કે ભાવ વધારા પાછળ અનેક કારણો છે. જેમાં પશુપાલકો પાસેથી પાસેથી દૂધ ખરીદવાનો ખર્ચ છેલ્લા એક વર્ષમાં આશરે 6 ટકા  વધ્યો છે. તેમજ  ઘાસચારો, પરિવહન અને અન્ય કાર્યકારી ખર્ચમાં વધારો થવાથી કંપની પર ખર્ચનું દબાણ વધ્યું છે. કંપનીનો દાવો છે કે ખેડૂતો અને ગ્રાહકો બંનેના હિત વચ્ચે સંતુલન જાળવવા માટે આ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત  મધર ડેરીના જણાવ્યા અનુસાર, તેના દૂધના વેચાણમાંથી ઉત્પન્ન થતી આવકનો 75 ટકા હિસ્સો સીધો ખેડૂતોને ચૂકવવામાં આવે છે. 

ફુલ ક્રીમ મિલ્કનો ભાવ  રૂપિયા 70 થી વધીને રૂપિયા72 પ્રતિ લિટર

મધર ડેરીના નવા દર પર નજર કરીએ તો  ટોન્ડ  મિલ્ક હવે પ્રતિ લિટર  રૂપિયા 58 ના ભાવે મળશે. જે અગાઉ   રૂપિયા 56  હતો. જ્યારે  ફુલ ક્રીમ મિલ્કનો ભાવ  રૂપિયા 70 થી વધીને  રૂપિયા 72 પ્રતિ લિટર થયો છે.  

ટોન્ડ મિલ્ક: ₹58 થી વધીને ₹60 પ્રતિ લિટર
ડબલ ટોન્ડ મિલ્ક: ₹52 થી વધીને ₹54 પ્રતિ લિટર
ગાયનું દૂધ: ₹60 થી વધીને ₹62 પ્રતિ લિટર
પ્રો મિલ્ક: ₹70 થી વધીને ₹72 પ્રતિ લિટર

ઘરના બજેટ પર અસર 

આ પૂર્વે દૂધના ભાવમાં વધારો  એપ્રિલ 2025 માં થયો હતો. આનો અર્થ એ થયો કે  લગભગ એક વર્ષ બાદ ભાવ વધારો કરવામાં  આવ્યો છે.જ્યારે નિષ્ણાતો માને છે કે દૂધના ભાવમાં વધારાથી ઘરના માસિક ખર્ચમાં વધુ વધારો થઈ શકે છે.