નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP) અને રાઘવ ચઢ્ઢા વચ્ચે કંઈક ખટપટ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં પાર્ટીના ઉપ‑નેતાના પદેથી હટાવી દીધા છે. હવે તેમની તેમની જગ્યાએ પંજાબની લોકસભાના સાંસદ અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર અશોક મિત્તલને નવા ઉપ‑નેતા તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢાને ભવિષ્યમાં AAPના કોટામાં બોલવાનો સમય પણ આપવામાં આવશે નહીં તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આખરે શા માટે પાર્ટીએ આ નિર્ણય ના લીધો?
આમ આદમી પાર્ટીએ ગત અઠવાડિયે આગામી વિધાનસભા ચૂંટણી માટે રાઘવ ચઢ્ઢાને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ દૂર કર્યા હતા, અને હવે AAPએ રાજ્યસભા સચિવાલયને પણ જાણ કરી છે કે સાંસદ રાઘવ ચઢ્ઢાને ગૃહમાં બોલવાનો સમય ન આપવો જોઈએ. આખરે આવું શા માટે? કારણ કે, છેલ્લા ઘણાં સમયથી રાઘવ ચઢ્ઢા AAP અને તેના વરિષ્ઠ નેતાઓને લગતા મુખ્ય મુદ્દાઓ પર મૌન રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ અરવિંદ કેજરીવાલ સહિત આપ નેતાઓ જેલ મુક્ત થયા તે વખતે પણ રાઘવ ચઢ્ઢાએ ના તો કોઈ નિવેદન આપ્યું હતું કે, ના કોઈ પોસ્ટ કરી હતી.
પાર્ટીના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં રાઘવ ચઢ્ઢાની ગેરહાજરી
પક્ષના આંતરિક સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, થોડા સમયથી રાવણ ચઢ્ઢા પાર્ટીના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ગેરહાજરી રહી હતી. જેના લીધે રાજકારણમાં ખૂબ જ ચર્ચાઓ શરૂ થઈ છે. અગાઉની કેટલીક ચૂંટણી માટેની સ્ટાર‑કેમ્પેનર યાદીમાંથી પણ તેમનું નામ દૂર કરવામાં આવતાં તેમની પાર્ટીમાં સ્થિતિ વિશે ચર્ચા તીવ્ર થઈ હતી. જોકે પાર્ટીએ હજુ સુધી આ નિર્ણય માટે કોઈ સ્પષ્ટ, સાર્વજનિક કારણ આપ્યું નથી, પરંતુ આંતરિક નેતૃત્વ પુનઃગોઠવણી અને સંસદીય રણનીતિના સ્વરૂપમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.
અનેક રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે સંસદમાં સરકારને સવાલ કર્યો
રાઘવ ચઢ્ઢા છેલ્લા ઘણાં સમયથી સંસદમાં રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે સરકારને સવાલ કરી રહ્યાં છે, રાઘવ ચઢ્ઢાએ ટ્રાફિક જામ, મોંઘવારી, એરપોર્ટ પર મોંઘા ખોરાક અને નાના રોકાણકારોના સુરક્ષા જેવા મુદ્દાઓ ઊઠાવી તેના પર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. આ સવાલોના કારણે આમ આદમી પાર્ટીની નહીં પરંતુ રાઘવ ચઢ્ઢીની છવી વધી રહી છે. જેથી આપ ને એવું લાગે છે કે, આના કારણે તેઓ ભાજપની નજીક જઈ રહ્યાં છે. પ્રશ્ન એ છે કે, ‘આપ’ની વિચારધારા જો સામાન્ય લોકો માટેની હોય તો પછી રાઘવ ચઢ્ઢાને કેમ બોલતા અટકાવવામાં આવી રહ્યાં છે?