રાજપીપળા સેસન્સ કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 9 લોકોને ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં દોષિત જાહેર કર્યા છે. નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો. આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ નર્મદા કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો આપ્યો છે.
રાજપીપળા સેસન્સ કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 9 લોકોને ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં દોષિત જાહેર કર્યા છે. નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો. આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ નર્મદા કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ચૈતર વસાવાને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. વસાવા દંડ ન ભરે તો વધુ 3 મહિના જેલવાસ ભોગવવો પડશે. ચૈતર વસાવા ઉપરાંત અન્ય 6 લોકોને પણ કોર્ટે 7-7 વર્ષની જેલની સજા ફટકારી છે.
શું છે સમગ્ર કેસ ?
આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચેનો હુમલાનો કેસ નવેમ્બર 2023 માં નોંધાયો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકમાં જંગલની જમીન પર સ્થાનિક ખેડૂતો દ્વારા ખેડાણ કરવામાં આવી રહ્યું હતું, જેને વન વિભાગે ગેરકાયદેસર ગણાવી અટકાવ્યું હતું. આ મુદ્દે ચર્ચા કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. આરોપ અનુસાર, ત્યાં બોલાચાલી દરમિયાન વનકર્મીઓ સાથે મારપીટ કરવામાં આવી, ખંડણી માંગવામાં આવી અને તેમને ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.
પોલીસ ફરિયાદ અને કલમો
વન વિભાગની ફરિયાદના આધારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા, તેમના પત્ની શંકુતલાબેન, પીએ (PA) જીતેન્દ્ર અને એક ખેડૂત સામે ગુનો નોંધાયો હતો. તેમની સામે રાયોટિંગ, સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ, જાનથી મારી નાખવાની ધમકી, ખંડણી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
ચૈતર વસાવા 1 મહિનો અંડર ગ્રાઉન્ડ રહ્યા
ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવા એક મહિના કરતાં વધુ સમય સુધી અંડરગ્રાઉન્ડ રહ્યા હતા, જ્યારે પોલીસે તેમના પત્ની અને પીએની ધરપકડ કરી લીધી હતી.