Sat Sep 12 2026

Logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડેલો AAP નેતા દેશી દારૂ વેચતા પકડાયો

2026-03-16 12:16:00
Author: Mayur Patel
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડેલો AAP નેતા દેશી દારૂ વેચતા પકડાયો

અમદાવાદઃ શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દેશી દારૂ વેચતા  આમ આદમી પાર્ટીના નેતાની ધરપકડ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલો સચિન રાજપુત દેશી દારૂનું વેચાણ કરતા ઝડપાયો હતો.  મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભો રહ્યો હતો.  તે છેલ્લાં ઘણા સમયથી દેશી દારૂના ધંધામાં જોડાયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ અમરાઇવાડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે શિવાનંદનગરમાં દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળીહતી.  જેના આધારે પોલીસે તપાસ કરતા સાકાર બંગ્લોઝમાં રહેતો સચિન  રાજપુત દેશી દારૂના જથ્થા સાથે મળી આવ્યો હતો. 

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે છેલ્લાં ઘણા મહિનાઓથી દેશી દારૂનું સ્થાનિક વિસ્તારમાં મોટાપાયે વેચાણ કરતો હતો. સચિન  રાજપુત આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો અને તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની  ચૂંટણીમાં ઉમેદવાર હતો. પરંતુ, તે ચૂંટણી હારી ગયો હતો.  અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આગળની કાર્યવાહી માટે રાજપુતને અમરાઈવાડી પોલીસને સોંપી દીધો હતો.

વધુ જુઓ...