Mon Aug 17 2026

Logo

સૌરાષ્ટ્રના 7 તાલુકામાં 5 થી 8 ઇંચ વરસાદ,  ગુજરાતના 129 તાલુકામાં 1 થી 8 ઇંચ સુધીનો વરસાદ

2026-08-02 08:41:43
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ રાજ્યમાં શુક્રવારથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ શનિવારે સવારે છ વાગ્યાથી રવિવારે સવારે વાગ્યા સુધીમાં રાજ્યના 129 તાલુકામાં 1 થી 8 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જિલ્લા અને તાલુકા પ્રમાણે વાત કરીએ તો સૌથી વધુ મોરબી તાલુકામાં 8.78 ઇંચ, ટંકારા તાલુકામાં 7.64 ઈંચ, ધ્રાંગધ્રામાં 6.93 ઈંચ, હળવદમાં 6.42 ઈંચ, વઢવાણમાં 6.18 ઈંચ, તિલકવાડામાં 6.02 ઈંચ, નર્મદાના નાંદોદ અને ગરુડેશ્વરમાં 4.88 ઈંચ, મોરબીના માળિયા તાલુકામાં 4.8 ઈંચ, વલસાડના નાનાપોંઢામાં 4.57 ઈંચ વરસાદ વરસ્યો છે. 

આ સિવાય વાંકાનેર તાલુકામાં 4.53 ઈંચ, લખતરમાં 4.49 ઈંચ, કપરાડા તાલુકામાં 4.41 ઈંચ, ઉમરપાડામાં 4.37 ઈંચ, ભરૂચમાં 4.21 ઈંચ, ઝઘડિયા તાલુકામાં 4.17 ઈંચ, ઓલપાડ તાલુકામા 4.13 ઈંચ, મહુધામાં 3.94 ઈંચ, અંકલેશ્વરમાં 3.78 ઈંચ, સુરેન્દ્રનગરના મુળી અને ચુડામાં 3.66 ઈંચ, થાનગઢમાં 3.5 ઈંચ, શિનોર તાલુકામાં 3.43, ચોટિલામાં 3.15 ઈંચ, નસવાડી અને કપડવંજમાં 3.11-3.11 ઇંચ વરસાદ વરસ્યો છે. ખેડાના કઠ
લાલ તાલુકામાં 3 ઈંચ, પાટણ તાલુકામાં 3 ઈંચ, વાવ-થરાદના દિયોદર તાલુકામાં 2.99 ઈંચ, સુરતના કામરેજ તાલુકામાં 2.99 ઈંચ, પાટણના સિદ્ધપુર તાલુકામાં 2.91 ઈંચ, સુરત શહેરમાં 2.91 ઈંચ અને રાજકોટ તાલુકામાં 2.87 ઈંચ વરસાદ વરસ્યો છે. 


રવિવારે કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ

2 ઓગસ્ટના રોજ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ પવનના સુસવાટા સાથે વરસાદ રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.