Mon Sep 07 2026

Logo

સુરેન્દ્રનગરના ચુડામાં સવારના બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

2026-08-01 09:27:00
Author: Mayur Patel
સુરેન્દ્રનગરના ચુડામાં સવારના બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગઈકાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જે બાદ આજે સવારથી પણ વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. આજે સવારે 6 થી 8 કલાકમાં સુરેન્દ્રનગરના ચુડામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. બે કલાકમાં રાજ્યના 135 તાલુકામાં મેઘમહેર થઈ હતી.

ક્યાં કેટલો વધારો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં સવારના બે કલાકમાં 135 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એક તાલુકામાં ત્રણ ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં બે ઇંચથી વધારે, આઠ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. 123 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

સવારે 8 થી 10ના બે કલાકના સમયગાળામાં સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ 3.46 ઇંચ વરસાદ ખાબક્યો હતો. નર્મદાના તિલકવાડામાં 2.76 ઇંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 2.56 ઇંચ, નર્મદાના ગરુડેશ્વરમાં 2.05 ઇંચ, નર્મદાના નાંદોદમાં 1.93 ઇંચ, મોરબીમાં 1.61 ઇંચ, મોરબીના ટંકારામાં 1.46 ઇંચ, ભરૂચમાં 1.30 ઇંચ, ભરૂચના ઝઘડિયામાં 1.18 ઇંચ, અમદાવાદના વિરમગામમાં 1.06 ઇંચ, વડોદરાના સિનોરમાં 1.06 ઇંચ, વડોદરાના ડભોઈમાં 1.02 ઇંચ, સુરેન્દ્રનગરના મુળીમાં 0.94 ઇંચ, સુરેન્દ્રનગરના લીંબડીમાં 0.91 ઇંચ, છોટાઉદેપુરના સંખેડામં 0.83 ઇંચ,સુરેન્દ્રનગરના લખતરમાં 0.79 ઇંચ, ભરૂચના વાગરામાં 0.67 ઇંચ, અમદાવાદના ધંધુકામાં 0.59 ઇંચ, સુરેન્દ્રનગરના સાયલામાં 0.59 ઇંચ, રાજકોટના પડધરીમાં 0.59 ઇંચ વરસાદ પડ્યો હતો.

આજે ક્યાં છે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે કચ્છ, અમરેલી, ભરૂચ, પાટણ, ગાંધીનગર, વાવ થરાદ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, અરવલ્લી ઓરેન્જ એલર્ટ તથા  દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ખેડા, વડોદરા, સુરત, પંચમહાલ, મહીસાગર, દાહોદ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.